- વડોદરા ખાતે ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધી
- ભરૂચમાં પણ બંધ માટે અપીલ…
ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ હવે મેદાનમાં આવી ગઈ છે અને ભાજપ સરકારની નિષ્ફળતાને લઇ શનિવારે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે વડોદરા ખાતે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધી મધ્ય ગુજરાતના લોકોને બંધમાં જોડાવા અપીલ કરી હતી.
ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે પહેલા ભાજપ કોંગ્રેસ પર નિષ્ફળતાના આરોપ મુકતી હતી. અને કહેતી હતી કે કેન્દ્ર ગુજરાત સાથે અન્યાય કરે છે. હવે ગુજરાત અને દેશમાં બે વખત ભાજપની બહુમતીની સરકાર છે, તેમ છતાં મોંઘવારી અને બેરોજગારીએ માઝા મૂકી છે. ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ભાજપ સરકાર કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા પરંતુ અત્યાર સુધી કોંગ્રેસના એક પણ નેતા સામે સીબીઆઇ કે ઇડી આરોપ સાબિત કરી શકી નથી. પરંતુ ભાજપના નેતાઓ પર કૌભાંડના 900થી વધુ કેસો થયા છે. એના ઉદાહરણ રૂપે ગુજરાતમાં હાલમાં બે જ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લેવા પડ્યા. કારણ કે તેઓ સામે ભ્રષ્ટાચારની બુમો ઉઠી હતી.
સોલંકીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું હતું કે ૨૫ વર્ષમાં રેવન્યુ અને ગૃહ વિભાગમાં મોટા ભ્રષ્ટાચારો થયા છે. ભાજપના એક જ મુખ્યમંત્રીએ આવી હિંમત બતાવી… તેઓએ અપીલ કરી હતી કે આગામી 10 સપ્ટેમ્બરે સવારે 8 થી 12 લોકો ગુજરાતમાં સાંકેતિક બંધ પાડે. શાંતિપૂર્વક કોંગ્રેસી કાર્યકરો બંધ પાડવા અપીલ કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)
ભરૂચ ખાતે પણ બંધ પાડવા અપીલ…
આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા તથા આગેવાનોએ લોકોને સાંકેતિક બંધમાં જોડાવવા અપીલ કરી હતી.