Published by : Rana Kajal
સુપ્રીમ કોર્ટે દ્વારા વારંવાર એવી ટકોર કરવામાં આવી રહી હતી કે મોતની કે ફાંસીની સજા ઓછી દર્દ આપનાર સાબિત થાય તે અંગે સરકારે યોગ્ય પગલા ભરવા જોઇએ. સુપ્રીમ કોર્ટની આવી ટકોરના પગલે કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર.વેંકટરામાનીએ કોર્ટને જાણ કરી હતી કે મોતની સજા કે ફાંસીની સજા દર્દ રહિત બને તેવી સજાનો પ્રકાર શોધવા સરકાર પ્રયત્ન શીલ છે તેમજ આ મુદ્દે વિચારવા સરકાર દ્વારા નિષ્ણાતોની સમિતિ રચવા પણ વિચારણા કરી રહી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ઓછામાં ઓછું દર્દ થાય તેવી મોતની સજા માટે નેશનલ લો યુનિવર્સિટી તેમજ AHMSના ડોકટરો તેમજ વૈજ્ઞાનિકોના અભિપ્રાયો મેળવવા પણ સુચન કર્યું હતું.




