Published By:-Bhavika Sasiya
- કિશોરે વિધવા માતાના 37 લાખ ગેમ પાછળ ઉડાવી દીધા…
મોબાઈલ ગેમની લત એટલેકે આદત અત્યંત જોખમી સાબીત થઈ શકે છે. મોબાઈલ ગેમની લત ધરાવતા એક કિશોરે તેની વિધવા માતાના 36 લાખ રૂપિયા મોબાઈલ ગેમ પાછળ ઉડાવી દીધા હોવાની ચોકાવનારી ધટના સપાટી પર આવી છે..
હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં રહેતા ઍક કિશોરને મોબાઈલ ગેમની લત લાગી હતી. આ કિશોરે મોબાઈલ ગેમ ની એપ ડાઉન લોડ કરી હતી. તેમજ થોડા ઘણાં દાદાના નાણાં અને ત્યાર બાદ વિધવા માતાના બેંકના ખાતામાં મુકેલ નાણાં ઉડાવી દીધા હતા. વિધવા માતાને નાણાંની જરૂર પડતા તે બેંકમાં નાણાં ઉપાડવા ગઇ હતી તેવામાં બેંકના અમલદારોએ ખાનામાં નાણાં ન હોવાનું જણાવ્યું હતું. એટલુજ નહી પરંતું વિધવા માતાના અન્ય બેન્કના ખાતામાંથી પણ કિશોરે નાણાં ઉપાડી લેતા કુલ 36 લાખ રૂપિયા જેટલી જંગી રકમ કિશોરે મોબાઈલ ગેમની લતમાં ઉડાવી દીધા હતા..