Home News Update My Gujarat મોરબીના હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે એક સાથે 30થી વધુ...

મોરબીના હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે એક સાથે 30થી વધુ વાહનો અથડાયા…

0

Published by : Anu Shukla

મોરબીનાં હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં ત્રીસથી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું જોર ઘટતાં ધુમ્મસ વધ્યું છે. આવામાં રાજ્યભરમાં આજે અક્સ્માતના બનાવો સામે આવ્યા છે. પોલીસે ટ્રાફિક સામાન્ય કરાવવા કવાયત શરૂ કરી હતી. સાથે જ મોરબી એસપીએ ઘટનાની માહિતી મેળવી હતી.

વાહનો એકબીજા સાથે, ડીવાઈડર સાથે અથડાયા

મોરબી જીલ્લાના હળવદ માળીયા હાઇવે પર અણીયાળી નજીક આજે પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હાર માળા સર્જાઈ હતી. અહીં કુલ ત્રીસ જેટલા વાહનો એકબીજા સાથે અથવા તો ડીવાઈડર સાથે અથડાયા હતા. આ અકસ્માતનું મુખ્ય કારણ ધુમ્મસ માનવામાં આવી રહ્યું છે. હાલ કોઇ જાનહાનિની માહિતી સામે આવી નથી. પરંતુ ઘટનાને લીધે મુખ્ય ધોરીમાર્ગ ગણાતો કચ્છ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/WhatsApp-Video-2023-02-07-at-2.54.25-PM-1.mp4

પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી

ઘટનાની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને કરવામાં આવતા તેમણે જાતે ઘટનાની ઝીણવપૂર્વકની માહિતી મેળવી, આ ટ્રાફિક ક્લિયર કરાવવા મોરબી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી ગઈ છે. બીજી બાજુ, હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે ન આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version