Home News Update My Gujarat હવે ગામે ગામ ડોન…મેં હું ડોન…અમે ગામના ડોન છીએ તેમ કહી બે...

હવે ગામે ગામ ડોન…મેં હું ડોન…અમે ગામના ડોન છીએ તેમ કહી બે ઘરમાં ઘૂસી સામાન સળગાવી દીધો…

0

Published by : Rana Kajal

હાલ વિવિઘ ગામોમા પોતાની જાતને ડોન સમજનાર યુવાનોનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલમાંજ ભરૂચ પોલીસ તંત્રે આવા કહેવાતા ડોનને બોધપાઠ શીખવાડ્યો હતો.ત્યાં કાયાવરોહણ ગામમા ડોન જણાયા હતા.આ ડોને જણાવ્યુ કે અમે ગામના ડોન છીએ તેમ કહી બે ઘરમાં ઘૂસી સામાન સળગાવી દીધો હતો. સાથેજ બે માથાભારે શખ્સોની ધમકી તમને જીવતા નહી છોડીએ તેવી ધમકી આપી હતી…

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાં રહેતી નિશા રસિકભાઈ વસાવા અને તેની બહેનના ઘરમાં ગામમાં રહેતા અનિલ ભુપેન્દ્ર વસાવા તેમજ અજય લાલજી વસાવા ઘૂસી ગયા હતા અને આજે તો તમારું ઘર સળગાવી દઈએ છીએ એમ કહી ઘરનો સામાન સળગાવી દીધો હતો. અમો ગામના ડોન છીએ એમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. બંને માથાભારે શખ્સોએ નિશાની ભત્રીજીને પણ લાફા માર્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદના પગલે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version