Published by : Vanshika Gor
ભારતની મોસ્ટ વેલ્યુડ સેલિબ્રિટીની યાદીમાં વિરાટ કોહલીને પાછળ મૂકી રણવીર સિંહ પ્રથમ ક્રમે રહ્યો છે. ૨૦૨૨ની સ્થિતિએ તેની બ્રાન્ડ વેલ્યૂ ૧૫૦૦ કરોડથી વધારેની આવી છે.ટોપ ટેનની યાદીમાં અભિનેત્રીઓમાં દીપિકાને પાછળ મૂકી આલિયા ટોપ આવી ગઈ છે.
વિરાટ ૧૪૬૩ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે હવે બીજા નંબરે છે. જ્યારે અક્ષય કુમારે ૧૨૬૮ કરોડ રુપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. સાઉથના કલાકારોની હાલ બોલબાલા છે પરંતુ ટોપ સેલેબ્સની યાદીમાં અલ્લુ અર્જુનને ૨૦મું અને પુષ્પાની હિરોઈન રશ્મિક મંદાનાને પચ્ચીસમું સ્થાન મળ્યું છે.