યુએસ એ તાજેતરમાં 40લાખ ડોલર કિંમતની ગણાતી પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત આપી હતી. અમેરિકાએ લગભગ 15 વર્ષની તપાસના અંતે 307 જેટલી પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત સોંપી હતી.આ કલાકૃતિઓ દાણચોરી દ્વારા અમેરિકા પહોચી હોવાનુ માનવામા આવી રહ્યુ છે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડથી અમેરિકા દાણચોરોએ મોકલી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે આવનારા દિવસોમાં પણ હજી પરદેશોમાંથી ભારતના ગૌરવ સમી પ્રાચિન કલાકૃતિઓ ભારત દેશ પરત આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.