Wednesday, May 13, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBOLLYWOODરણવીરસિંહ દેખાશે‘સર્કસ’ માં

રણવીરસિંહ દેખાશે‘સર્કસ’ માં

  • ફિલ્મમાં 19 પાત્રો જોવા મળશે, ડબલ રોલમાં નજરે પડશે રણવીર સિંહ

રોહિત શેટ્ટીની ક્રિસમસ પર ‘સર્કસ’ ફિલ્મ આવી રહી છે. એવું પહેલીવાર છે કે, રોહિત શેટ્ટીની ફિલ્મમાં કોઈ પાત્ર ડબલ રોલમાં જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ડબલ રોલ પ્લે કરી રહ્યા છે. તેમના ડબલ રોલમાં એક પાત્ર સર્કસનાં કંપની સંચાલકનું છે તો બીજુ પાત્ર સામાન્ય યુવકનું છે. તેનું ટ્રેલર શુક્રવારનાં રોજ બપોર પછી આવશે પણ આ ફિલ્મની અમુક માહિતી મળી છે,

ફિલ્મ રણવીર સિંહનું પાત્ર એકદમ શાંત રહેશે

આ ફિલ્મમાં સર્કસ કંપની ચલાવનાર રણવીર સિંહ એકદમ શાંત અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના પાત્રમાં જોવા મળશે જ્યારે તેનો ડબલ રોલ ભજવતાં વ્યક્તિનું પાત્ર તેના વ્યક્તિત્વથી તદ્દન ઉલટુ હશે. રોહિત શેટ્ટીએ આ પાત્રને એકદમ રાઉડી સ્વરુપ આપ્યું છે. આ ફિલ્મમાં હીરો, તેનો ભાઈ, અભિનેત્રીઓ, પિતા અને અન્ય મુખ્ય પાત્રોની ગણના કરતાં ટોટલ અંદાજે 19 જેટલા કલાકારો ફિલ્મમાં અભિનય કરતાં જોવા મળશે. ટ્રેલર લોન્ચમાં આ તમામ 19 કલાકારો એકસાથે સ્ટેજ શેર કરશે.

આ ફિલ્મનું મ્યૂઝિક દેવી શ્રીપ્રસાદ (DSP) એ આપ્યું છે

આ ફિલ્મનું મ્યૂઝિક શ્રી દેવી પ્રસાદ એટલે કે DSPએ આપ્યું છે. તેઓએ હાલમાં જ દ્રશ્યમ-2ને મ્યૂઝિક આપ્યું હતું. આ ઉપરાંત રણવીર સિંહનાં પાત્રને કેન્દ્રમાં રાખીને તેના બંને પાત્રો સાથે બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મજેદાર કોમેડી બનાવવામાં આવી છે. તેનું પાત્ર તેના તરફથી જાણી જોઈને કોમેડી કરી રહ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security