Home News Update Nation Update રતન ટાટાના નામે વધુ એક સિદ્ધી….ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’માં નિમણૂક અપાઈ…

રતન ટાટાના નામે વધુ એક સિદ્ધી….ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’માં નિમણૂક અપાઈ…

0

Published by : Vanshika Gor

ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ રતન ટાટાના નામે વધુ એક સિદ્ધી ઉમેરાઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલે જાહેરાત કરી હતી કે ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો, ખાસ કરીને વેપાર અને પરોપકાર માટે વિશેષ સેવા બદલ ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’માં નિમણૂક અપાઈ છે. 2022 સુધી ટાટા સન્સના ચેરમેન એમિરેટ્સ અને ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાની કુલ સંપત્તિ 3800 કરોડ રૂપિયા છે.

ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલના કાર્યાલય દ્વારા નિવેદન જાહેર કરાયું

ગવર્નર જનરલના કાર્યાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું છે કે ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે તેમના સમર્થનની માન્યતામાં તે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા(AO) ના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે નિમણૂક સાથે ઔપચારિક રાષ્ટ્રીય માન્યતાને યોગ્ય છે. નિવેદનમાં જણાવાયું હતું કે તેમના કામમાં સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ, પાણી, કૃષિ, પર્યાવરણ અને ઊર્જા, સામાજિક ન્યાય તથા સમાવેશન, ડિજિટલ પરિવર્તન, આપત્તિ રાહત અને મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ સહિત વ્યાપક ક્ષેત્રોમાં વિકાસનું સમર્થન કરવું અને અવસર પેદા કરવાનું સામેલ છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈકમિશને કરી ટ્વિટ

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇકમિશન બેરી ઓફારેલે શુક્રવારે ટ્વિટ કરી હતી અને તેમણે રતન ટાટાને આ સિદ્ધી મળવા બદલ ભારે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટાટા ગાઢ દ્વિપક્ષીય સંબંધો માટે એક મજબૂત અને પ્રભાવશાળી સમર્થક રહ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહયોગ અને વેપાર સમજૂતીની વકીલાત કરવાનું સામેલ છે જેને 2022માં અંતિમ રૂપ અપાયો હતો અને ભારતમાં આવનારા વેપાર અને સરકારી નેતાઓનું સમર્થન કર્યું.

રતન ટાટાની સિદ્ધીઓ પર એક નજર

ટાટા ફેમિલીના ટ્રસ્ટ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા સ્કોલરશિપ આપવામાં આવે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ ઓસ્ટ્રેલિયામાં 1998થી અસ્તિત્વમાં છે. 17,000 કર્મચારીઓને ઓસ્ટ્રેલિયામાં રોજગાર આપનાર તે સૌથી મોટી ભારતીય કંપની પણ છે. રતન ટાટાને વ્યવસાય, ઉદ્યોગ, એન્જિનિયરિંગ, નેતૃત્વ, સંસ્કૃતિ અને શાંતિ ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને પ્રશંસા મળી ચૂકી છે. જેમાં ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી દ્વારા અપાયેલી ડૉક્ટર ઓફ બિઝનેસની માનદ ઉપાધિ પણ સામેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version