Home BOLLYWOOD અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2 ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે….

અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2 ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે….

0

Published by : Vanshika Gor

અભિનેતા અક્ષય કુમારને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો ‘ખિલાડી’ કહેવામાં આવે છે. અભિનેતા સારી રીતે જાણે છે કે તેમની ફિલ્મો દ્વારા દર્શકોને થિયેટર સુધી કેવી રીતે ખેંચી શકાય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મોનો જાદુ નથી ચાલી રહ્યો. ગયા વર્ષે રિલીઝ થયેલી અભિનેતાની ફિલ્મો સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સેલ્ફી’ પણ ખરાબ રીતે ફ્લોપ થઈ છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ સિનેમાઘરોમાં નહીં પરંતુ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે. અક્ષયે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે, ગયા વર્ષથી તેની ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. આને ધ્યાનમાં રાખીને ખિલાડી કુમારે તેની સુપરહિટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ ‘ઓહ માય ગોડ 2’ને બોક્સ ઓફિસના બદલે OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

અક્ષય કુમાર સ્ટારર ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતાઓ ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રિલીઝના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. આગામી સિક્વલના નિર્માતાઓ તેને Voot અથવા Jio પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમિત રાય નિર્દેશિત ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતા અશ્વિન વર્દે અને અક્ષય કુમાર છે. આ ફિલ્મ 2012માં આવેલી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મની કહાની ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ બેસ્ડ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ અને યામી ગૌતમ જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version