Published by : Vanshika Gor
પુષ્પા ફિલ્મને ધુંઆધાર સફળતા બાદ હવે ચાહકો તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે અને હવે રશ્મિકા મંદાના પણ આવતા મહિનાથી આ શૂટિંગમાં સામેલ થઈ જશે.રશ્મિકાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે આવતા મહિનાથી ‘પુષ્પા ધી રુલ’નું શૂટિંગ શરુ કરી દેવાની છે.
પહેલા એવી અફવા હતી કે, પુષ્પા ટુમાં રશ્મિકા મંદાનાના સ્થાને સાંઇ પલ્લવીને ગોઠવી દેવામાં આવી છે.જોકે, બાદમાં એવી સ્પષ્ટતા થઈ હતી કે રશ્મિકા મૂળ શ્રીવલ્લીનો રોલ ભજવશે જ્યારે સાઈ પલ્લવીને અન્ય રોલ માટે કરારબદ્ધ કરવામાં આવી છે.
આ પહેલાં રશ્મિકાનો રોલ આ ફિલ્મમાં કાપી નાખવામાં આવ્યો છે અને ફિલ્મમાં તેનું પાત્ર મૃત્યુ પામે છે તેવી પણ અફવા ફેલાઈ હતી. તેના કારણે ચાહકોએ સોશિયલ મીડિયા પર ભારે રોષ ઠાલવ્યો હતો. બાદમાં ફિલ્મ સર્જકોએ ખુલાસો કરવો પડયો હતો કે આ વાત સાચી નથી.




