- 174 કરોડના સીધા કોર્પોરેટ દાનમાં 163 કરોડ ભાજપનો હિસ્સો
આજકાલ એક જ દાન ચર્ચામાં છે અને એ છે મતદાન. રાજકીય પક્ષો અને ઉમેદવારો દર પાંચ વર્ષે ઝોળી ફેલાવી આ દાન ઉઘરાવવા નીકળે છે. ADRના રિપોર્ટ મુજબ, છેલ્લા 5 વર્ષમાં એટલે કે વર્ષ 2016-17થી 2020-21 સુધીમાં ગુજરાતમાંથી રાજકીય પક્ષોને રૂ. 591 કરોડથી વધારે રકમનું દાન પ્રાપ્ત થયું છે. 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ છે. 174 કરોડના સીધા કોર્પોરેટ દાનમાં 163 કરોડ ભાજપનો હિસ્સો છે. આખા દેશમાંથી આ સમયગાળામાં રાજકીય પક્ષોને રૂ. 16 હજાર કરોડથી પણ વધારે દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા દાન એટલે કે રૂ. 12842 કરોડ તો માત્ર આઠ રાષ્ટ્રીય પક્ષોને મળ્યું છે. જ્યારે પ્રાદેશિક પક્ષોને રૂ. 3 હજાર કરોડથી વધુ દાન મળ્યું છે.
• કુલ દાનમાં 80 ટકા હિસ્સો રાષ્ટ્રીય પક્ષોનો
• દેશમાંથી મળેલું કુલ દાન 16071 કરોડ રૂ.
• એમાંથી 8 રાષ્ટ્રીય પક્ષોને 12842 કરોડ રૂ.
• પ્રાદેશિક પક્ષોને મળેલું દાન 3229 કરોડ રૂ.
ગુજરાતમાં પક્ષોને કેવી રીતે મળ્યું દાન?
ઇલેક્ટોરલ બોન્ડ થકી 343 કરોડ રૂ
ઇલેક્ટોરલ ટ્રસ્ટ થકી 74.27 કરોડ રૂ.
સીધું કોર્પોરેટ દાન 174 કરોડ રૂ.
ઇલેક્ટોરલ બોન્ડ થકી 343 દાન કુલ 13 તબક્કામાં મળ્યા છે. જેમાં સૌથી વધુ એપ્રિલ 2019માં રૂ. 87 કરોડ જ્યારે ઓક્ટોબર 2022માં રૂ. 51 કરોડ છે.
ગુજરાતમાં કોનું દાન સૌથી વધારે?
નિરમા 48 ટોરન્ટ 30.50 ટોરન્ટ 20.50 ટોરન્ટ 10 કેડિલા 20 આદિ 12 પાવર ફાર્માસ્યુચિકલ ફાર્મા હેલ્થકેર એન્ટરપ્રાઇઝ
ગુજરાતમાં સીધા કોર્પોરેટ દાનમાં કયા પક્ષનો કેટલો હિસ્સો?
પક્ષ | 2016-17 | 2017-18 | 2018-19 | 2019-20 | 2020-21 |
ભાજપ | 3.14 | 35.06 | 46.22 | 40.12 | 38.98 |
કોંગ્રેસ | 0.17 | 3.58 | 2.61 | 3.37 | 0.72 |
આપ | 0.03 | 0 | 0 | 0 | 0.007 |