Home News Update My Gujarat રાજકોટમાં અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું બન્યું તળાવ…

રાજકોટમાં અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું બન્યું તળાવ…

0

Published by : Rana Kajal

રાજકોટમાં સ્માર્ટ સિટીમાં 2017માં પસંદગી થયા બાદ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના કામો સ્માર્ટ સિટી હેઠળ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એક આઈ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.હાલમાં અલગ અલગ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. રૈયા વિસ્તારમાં અંદાજીત 100 વર્ષથી વધુ સમય બાદ રાજકોટ અટલ સરોવરના રૂપમાં નવું તળાવ મળ્યું છે.

આ તળાવનું સુજલામ સુફલામ યોજના અંતર્ગત ફેઈઝ-1માં અટલ સરોવરને ઉંડા ઉતારવાનું કામ કરવામાં આવ્યું છે. જેથી અંદાજે 400 મિલિયન લિટર વરસાદી પાણીનો સંગ્રહ થયો છે. જેમાં ESCDL દ્વારા નવા 3 તળાવ વિકસાવવા અંગે યોજના બનાવવામાં આવી છે. અહિંયા અનેક બીજી પણ વિવિધ સગવડતાઓ ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કુલ 136 કરોડ રૂપિયામાં બનશે.આ પ્રોજેક્ટની મર્યાદા 30 મહિનાની છે.તમને જણાવી દયે કે કોવિડના કારણે સમયમ મર્યાદામાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સુવિધાઓ હશે અટલ સરોવરમાં.

આ અટલ સરોવરની આસપાસ ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિક્સ ગાર્ડન, બોટોનિક્લક્લોક, સાઈકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોયટ્રેઈન, ફેરિસવ્હીલ, બે એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફુડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ સહિતનીસુવિધાઓ હશે.

આ પાર્કમાં આંગણવાળીના બાળકો માટે ફ્રીમાં એન્ટ્રી રહેશે.અટલ લેઈક વિસ્તારમાં ગ્રામહાટ અને અન્ય ઉપયોગ માટે કુલ 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે.આમ અટલ સરોવર થકી રાજકોટ અને રાજકોટની આસપાસના લોકોને હરવા ફરવા અને મનોરંજનનું એક નવું સ્થળ મળી રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version