Published by : Vanshika Gor
રાજકોટમાં ગઈકાલે રૂ.5 લાખની લાંચ લેતા પકડાયેલા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. CBI દ્વારા ગઈકાલે સર્ચ ઓપરેશન ગોઠવીને આરોપી અધિકારીને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓ CBIની કસ્ટડીમાં હતા. એવામાં અચાનક ચોથામાળેથી તેઓ કૂદીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરીવર્યું છે.
આવામાં CBI પર ગંભીર આરોપ લાગવામાં આવ્યા છે જાવરીમલ બિશ્નોઈના નજીકના સબંધીયો જણાવે છે કે તેઓ આપઘાત કરી જ ના શકે CBI દ્વારા તેમને ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યા છે. ગઈકાલે જાવરીમલ બિશ્નોઈ લાંચ લેતા ઝડપાય હતાને આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી.
એવામાં સિનિયર અધિકારીએ બદનામીના ડરથી ઓફિસના જ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાના અનુમાન છે. ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટે અરજી કરવામાં આવી હતી. આ માટે તેમણે જરૂરી દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલો ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ઓફિસમાં જમા કરી હતી. જોકે ફોરેન ટ્રેડના અધિકારી DGFT દ્વારા NOC આપવા માટે રૂ.9 લાખની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ ફૂડકેનની નિકાસ માટે બેંકમાંથી 50 લાખની ગેરંટી લીધી હતી એવામાં તેને નિકાસ માટે NOC જરૂરી હતી.આથી તેણે અધિકારી જાવરીમલ બિશ્નોને પ્રથમ હપ્તા પેટે રૂ. 5 લાખ આપી દેશે એમ જણાવ્યું હતું.
જે બાદ રાજકોટની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ઓફિસમાં ફરિયાદી તેમને પાંચ લાખ આપવા માટે ગયા હતા અને જાવરીમલ બિશ્નોઈએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમણે અધિકારીને લાંચ લેતા ઝપટી પડ્યા હતા . સાથે જ અધિકારીના રાજકોટ અને વતનમાં આવેલા ઓફિસ, ઘર સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતા.