Home DEVELOPMENT ભારતનો ઝડપી વિકાસ અંગેનો રોડ મેપ…6G અંગે ભારતની તૈયારી…

ભારતનો ઝડપી વિકાસ અંગેનો રોડ મેપ…6G અંગે ભારતની તૈયારી…

0

Published By : Parul Patel

વિશ્વમાં ભારતની વિવિઘ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અત્યારથીજ ભારતે 6G અંગે ની તૈયારીની શરુઆત કરી દેતા આ બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6G વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યું અને કહ્યું કે ભારત 5G લોન્ચ થયાના છ મહિના પછી જ 6G વિશે ચર્ચા કરી રહ્યું છે, જે દેશનો જબરદસ્ત વિશ્વાસ દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે થોડા વર્ષો પહેલાથી જ ભારત ઝડપથી ટેલિકોમ ટેકનોલોજીનો મુખ્ય નિકાસકાર બની રહ્યો છે. સાથે જ તેમણે 6G રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ લોન્ચ કર્યુ.

PM inaugurates ITU Area Office & Innovation Centre, in New Delhi

ભારતમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ના પ્રાદેશિક કાર્યાલય અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા પછી મોદીએ કહ્યું કે ભારતમાં વિશ્વમાં સૌથી ઝડપી 5G રોલઆઉટ છે. તેમણે માહિતી આપી હતી કે માત્ર 120 દિવસમાં 125 થી વધુ શહેરોમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવી છે, અને 5G સેવાઓ દેશના લગભગ 350 જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે. વડાપ્રધાને ‘Call Before You Dig’ એપ પણ લોન્ચ કરી હતી અને જણાવ્યુ કે..ભારત ઝડપથી ડિજિટલ ક્રાંતિના આગલા તબક્કા તરફ આગળ વધી રહ્યું છે.

મોદીએ કહ્યું, 5Gની શરૂઆતના છ મહિનાની અંદર, હવે 6G વિશે વાત કરી રહ્યા છીએ. આ ભારતનો આત્મવિશ્વાસ દર્શાવે છે. 5Gની શક્તિથી સમગ્ર વિશ્વની કાર્ય સંસ્કૃતિને બદલવા માટે ભારત ઘણા દેશોની બરાબરી પર છે…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version