Home International રાજ્યનું ગૌરવ ..રાજયના  થરાદ નગરની મહિલા કુસ્તીબાજ અને પોલીસ કર્મચારીને  દુબઈમાં યોજાનાર...

રાજ્યનું ગૌરવ ..રાજયના  થરાદ નગરની મહિલા કુસ્તીબાજ અને પોલીસ કર્મચારીને  દુબઈમાં યોજાનાર હરીફાઈ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

0

Published By:-Bhavika Sasiya

આ અંગે વિગતે જોતા થરાદના મિત્તલ કાંતિલાલ પરમાર ને નાનપણથી જ કુસ્તીનો શોખ હતો તેમજ મિત્તલ પરમાર કુસ્તીબાજ બનવા મક્કમ હતી જીવનના આ ધ્યેય ને પરિપૂર્ણ કરવા તેણે બાળપણથી જ શરૂઆત કરી હતી અને શાળા કક્ષાથી રાજ્ય સરકારના ખેલ મહાકુંભ કક્ષા સુધી એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી હતી. જેમ કે, તેમણે ગૃહ વિભાગમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા સશકતી કરણ દ્વારા ઉદાહરણ તરીકે, તેમના અભ્યાસમાં તેમજ તેમની શારીરિક કસરતમાં ઉજળો  દેખાવ કર્યો હતો. હાલમાં મિતલ પરમાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ માં લેડી કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. નોકરીની જવાબદારી હોવા છતાં મિતલ પરમાર કુસ્તી, એમ-રેસલિંગ (પંજાબાજી) ની સતત પ્રેક્ટીસ કરે છે ગુજરાત રાજયના સ્પર્ધક તરીકે દેશના અનેક રાજ્યોમાં ભાગ લઈ ગોલ્ડ અને સિલ્વર મેડલથી સન્માનિત થઈ રહી છે. હાલમા  તેને ભારતીય પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 20 થી 23 જુલાઈ 2023 દરમિયાન દુબઈમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવી છે. એક સમયે ઈન્ટરનેશનલ લેવલે ભારત માટે રમવાનું અને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું જોનાર મિતલ પરમાર સાકાર થયું છે. રાજ્યના જિલ્લા અને તેમના વતનની જેમ થરાદનું નામ પણ રોશન થવા જઈ રહ્યું છે. જે સરહદી વિસ્તાર માટે ખૂબ જ ગૌરવની વાત છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version