Published by : Rana Kajal
રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીના ઘણા બનાવો બન્યા છે. આવા બનાવોમાં નાના બાળકોનો પણ ઉપયોગ થતો હોવાની વિગતો સપાટી પર આવતા સરકાર ચોંકી ઉઠી છે. સાથે જ હાઈકોર્ટ આ અંગે વહેલી તકે રિપોર્ટ આપવા તાકીદ કરી છે. જે અંગે સરકારને તા. 13 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે હાઈકોર્ટમાં સુઓમોટો જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સગીર બાળકોના થતાં ઉપયોગ અંગે રાજ્ય સરકાર પાસે સંપુર્ણ વિગતો માંગી છે તેમજ આવા બાળકોના પુનર્વસન અંગે સરકારે શું જોગવાઈ કરી છે તેની વિગતો પણ માંગી છે. જે વિગતો તૈયાર કરવા માટે સરકારને 13 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.




