Published by : Anu Shukla
- કોંગ્રેસના સવાલ પર રાજય સરકારે લેખિતમાં જવાબ આપ્યો
ગુજરાત રાજ્ય પર ગુજરાતનું બજેટ રૂ. 3.1 લાખ કરોડનું છે અને રાજ્યનું કુલ દેવું રૂ. 3.40 લાખ કરોડનું છે. દેવુ સતત વધી રહ્યું છે રાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂપિયા 3.40 લાખ કરોડ થઇ ગયું છે. ગત 2022વર્ષે માર્ચ અંતે જાહેર દેવું રૂપિયા 3.20 લાખ કરોડ હતું. એ વખતે રાજ્યના દરેક નાગરિકને માથે 46 હજારનું દેવું હતું. જે હવે વધીને રૂપિયા 48,500 થયું છે. એક જ વર્ષમાં દરેક નાગરિકના માથે રૂપિયા 2500નું દેવું વધી ગયું છે. ગુજરાતના બજેટમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં માથાદીક આવક 74 હજાર રૂપિયા વધી છે. જે અંગે વિગતે જોતા વર્ષ 2017-18માં રાજ્યની માથાદીઠ આવક 1.76 લાખ હતી, જે 2022-2023માં 2.50 લાખ થઇ છે. વર્ષ 2018-19ની તુલનામાં 2019-20માં માથાદીઠ આવકમાં 16479નો વધારો નોંધાયો હતો. 2019-20માં માથાદીઠ આવકની સરખામણીએ 2020-21માં આવકમાં માત્ર 873 રૂપિયાનો જ માત્ર વધારો થયો છે. માથાદીઠ આવકમાં પણ કોરોના મહામારીની સીધી અસર દેખાઇ હતી. પણ હવે માથાદીઠ આવકમાં એક વર્ષમાં 37 હજારનો વધારો અંદાજિત છે.
અર્જુન મોઢવાડિયાએ GSTને લઈ સવાલ પૂછ્યો
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં ભારત સરકાર દ્વારા GST કાયદાના અમલમાં બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવતા વળતર મામલે સવાલ પુછ્યો હતો. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા 30 હજાર 401 કરોડની ચુકવણી કરવાની છે. જેની સામે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 4 હજાર 219 કરોડ 73 લાખ ચૂકવવા આવ્યા છે.
24,454 કરોડ રૂપિયા મુદલની ચુકવણી કરી
જ્યારે 17 હજાર 45 કરોડ 13 લાખ રૂપિયા લોન પેટે આપવામાં આવ્યા છે. તો 9 હજાર 136 કરોડ 26 લાખની ચુકવણી કરવાની બાકી છે. રાજ્ય સરકારે નાણાંકીય સંસ્થા પાસેથી 17812 કરોડની લોન લીધી છે, તે ઉપરાંત બજાર લોનમાંથી સરકારે 2,64,703 કરોડની લોન લીધી છે, કેન્દ્ર પાસે રાજ્ય સરકારે 9788 કરોડની લોન લીધી છે, સરકારે 22,063 રૂપિયા વ્યાજ અને 24,454 કરોડ રૂપિયા મુદલની ચુકવણી કરી છે.