Published by : Vanshika Gor
- સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે
દીકરીના લગ્નએ દરેક પિતાનું સપનું હોય છે. એક પિતા આખી જીંદગી મહેનત કરે છે દિકરીનો કરિયાવર કરવા માટે. તેમ છતાં નબળી આર્થિક સ્થિતીના કારણે કેટલાક લોકો ધામધુમથી દીકરીના લગ્ન કરી શકતા નથી. આવા જ કેટલાક પરિવારની દીકરીઓના લગ્નની જવાબદારી સુરતના એક ઉદ્યોગપતિએ ઉપાડી. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા.
70 દિકરીઓના કરાવ્યા લગ્ન
આવી જ 70 યુવતીઓના લગ્નની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ લીધી છે અને તેમના લગ્ન ધુમધામથી કરાવ્યા છે. આ સમુહલગ્નોત્સવ ભારતની આઝાદીના ગૌરવશાળી 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો છે. જેમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. આ સમુહ લગ્નમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાનો સમગ્ર પરિવાર અને શુભચિંતકો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા અને નવદંપતિઓને આશિર્વાદ આપ્યા છે.

ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા દ્વારા આયોજન
ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, તેમની સાથે કામ કરતા લોકોને તેઓ પોતાનો પરિવાર માને છે. અને તેમના સંતાનોના લગ્ન પણ આ સમુહ લગ્નમાં કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવનની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે આ ઉજવણીમાં પ્યોર વિવાહ થકી એક ઉમદા સામાજીક કાર્ય કરી અમે પણ તેમાં સહભાગી થવા માંગીયે છીએ.
પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અપીલ
આ સમુહ લગ્નોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તો સમુહ લગ્નમાં 10 દીકરીઓના માતા-પિતા એવા દેવરાજભાઈ અને શારદાબેન શેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ સમુહ લગ્નોત્સવમાં ગુજરાતી ફિલ્મના કેટલાક કલાકારો પણ હાજર રહ્યા હતા.




