Home Bharuch રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના ભરૂચના કર્મચારીઓની વિવિધ ૧૭ જેટલી માંગણીઓ નહિ સંતોષાતા...

રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના ભરૂચના કર્મચારીઓની વિવિધ ૧૭ જેટલી માંગણીઓ નહિ સંતોષાતા માસ સી.એલ.ઉપર ઉતરી વિરોધ

0

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના રાજ્યના તમામ જિલ્લાઓના હજારો કર્મચારીઓ આજથી વિવિધ ૧૭ જેટલી માંગણીઓ નહિ સંતોષાતા માસ સી.એલ.ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લાના મહેસુલી કર્મચારીઓએ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઇ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પ્રમોશન,બઢતી,બદલી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા,૭મા પગાર પંચ હેઠળ તમામ ભથ્થાનો એરીયર્સમાં ચુકવવા સહીત ૧૭ માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહિ કરવામાં આવે તો અગાઉ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

જેના ભાગરૂપે આજથી તમામ કર્મચારીઓ માસ સી.એલ.ઉપર ઉતરી પડ્યા છે અને દિન સાતમાં તેઓની માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ૨૭મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી પડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version