Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરામ મંદિર માટે રાજસ્થાનમાં ચાલી રહ્યું છે સતત રામ-કાજ....

રામ મંદિર માટે રાજસ્થાનમાં ચાલી રહ્યું છે સતત રામ-કાજ….

Published By : Aarti Machhi

દેશના અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામ મંદિરે આકાર લેવાનું શરૂ કરી દીધુ છે. આ મંદિરને વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે પરંપરાગત શૈલીની કોતરણી કરીને ભવ્ય રીતે સજાવવાનું કામ ચાલુ છે. હાલમાં આ કામ અયોધ્યાથી લઇને રાજસ્થાન સુધી ચાલી રહ્યું છે, જેમાં સેંકડો શ્રમિકોની સાથે ખાસ કૌશલ્ય ધરાવતા શિલ્પકારો પણ કામ કરી રહ્યા છે. રામ નામના ભજનો સાથે પથ્થરો કોતરવાનું કામ સતત 24 કલાક ચાલી રહ્યુ છે. રાજસ્થાનની ત્રણ કંપનીના 4.5 લાખ ઘન ફૂટ પથ્થરો અયોધ્યા પહોંચાડવાના છે. જે પૈકી ગર્ભગૃહ માટે એક લાખ ઘન ફૂટ પથ્થરો પહોંચાડી દેવાયા છે. રાજસ્થાનના સિરોહીના પિંડવાડામાં શ્રમિકો અને શિલ્પકારોએ જણાવ્યુ હતુ કે આ પ્રોજેક્ટ અમારા માટે કમાણીનો નથી પણ પુણ્યનું ફળ છે.

રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, પરંતુ તેની ચમક રાજસ્થાનના સિરોહીના પિંડવાડામાં જોવા મળી રહી છે. કારણ એ છે કે, રામ મંદિરના પાયાથી લઈને શિખર અને દીવાલોના પથ્થર સિરોહીના પિંડવાડા-આબુ રોડ પર ત્રણ સ્થળે તૈયાર કરાઇ રહ્યા છે. અત્યાર સુધી ગર્ભગૃહ સુધીના પથ્થરો કોતરીને મોકલી દેવાયા છે. દિવાળીના શુભ મુહુર્તમાં શિખરના પથ્થરો કોતરવાનું કામ પણ શરૂ થઇ જશે. એમ જાણવા મળી રહ્યું છે શ્રમિકોની ધાર્મિક આસ્થા અત્યંત ઊંડી છે. માતેશ્વરી મંદિર કન્સ્ટ્રક્શન પ્રા. લિ.ના મેનેજર નરેશ રોહિત માલવીયના જણાવ્યા મુજબ ભગવાન રામનું મંદિર કમાણીનો પ્રોજેક્ટ નથી, પરંતુ પાછલા જન્મના પૂણ્યનું ફળ છે. દુનિયાના કરોડો લોકોની આસ્થા સાથે અમારી પણ તેની સાથે શ્રદ્ધા જોડાયેલી છે. ભગવાનના કામમાં અમે પણ યોગદાન આપી રહ્યા છીએ, અમારું સૌભાગ્ય છે કે, આ કામ પિંડવાડા અને આબુમાં થઇ રહ્યું છે. શ્રમિકોની દિનચર્યામાં જાણે ભગવાન રામ ઓતપ્રોત થઇ ગયા છે. શિબિરોમાં રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પાઠ ગુંજતા રહે છે. આ કામમાં શિલ્પકારો એટલા મગ્ન છે કે, તેમની ટાંકણી અને હથોડીનો અવાજ પણ ધૂન સાથે તાલ મિલાવતો રહે છે. કોઈ પણ સંજોગોમાં 2024 સુધી કામ પૂરું કરવાનું છે. આ માટે બીજા મંદિરોના પ્રોજેક્ટ લેવાનું પણ બંધ કરી દેવાયું છે. હાલ અયોધ્યાથી જ રોજ ડિઝાઇન મળી રહી છે, નાગર શૈલીમાં પથ્થરો કોતરાઇ રહ્યા છે . આ પથ્થરો નાગર શૈલીમાં કોતરાઇ રહ્યા છે. નાગર શૈલી ઉત્તર ભારતીય હિંદુ સ્થાપત્ય કળાની ત્રણ શૈલીમાંની એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, નાગર શૈલીના મંદિરોની ઓળખ તેના આધારથી લઈને સર્વોચ્ચ અંશ સુધી તેનો ચતુષ્કોણીય હોય છે. તેમાં સ્થાનિક વિવિધતામાં મિશ્રણ પણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે, અહીં કામ કરનારા કુલ 700 શ્રમિકોમાં મોટા ભાગના નિરક્ષર અને આદિવાસી વિસ્તારના છે, પરંતુ આ કામમાં તેઓ પારંગત છે. મંદિરના સ્તંભ, પાટ, મંડોવર, છત, શિખર, સામરણ અને મોટા મંડપ બંસી પહાડના લાલ પથ્થરો કોતરીને તૈયાર કરાઈ રહ્યા છે.

મંદિરનું કામ કરતા માલવીય ક્રાફ્ટના અશોક માલવીય કહે છે કે, ત્રણેય કંપનીઓને 4.50 લાખ ઘનફૂટ પથ્થરો તૈયાર કરવા ઓર્ડર મળ્યો હતો. એક લાખ ઘનફૂટ પથ્થરો મોકલી દેવાયા છે….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security