Published by : Vanshika Gor
- ધોરીમાર્ગના પહેલી લેનમાં ભારદારી વાહનો ચલાવવા પર દંડ … પ્રથમ દિવસેજ 26વાહન ચાલકોને દંડ કરાયો
ભરૂચ જિલ્લા માથી પસાર થતા હાઇવે પર અકસ્માતો રોકવા ભરૂચ પોલીસનો એકશન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે હવે પહેલી લેનમાં ભારદારી વાહનો ચલાવવા પર દંડ ફટકારવાની શરુઆત કરાઇ ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 53 કિમીના હાઇવે પર પહેલી લેનમાં બસ કે અન્ય ભારદારી વાહનો ચલાવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જિલ્લા ટ્રાફિક વિભાગે ખાસ ઝૂંબેશના પ્રથમ દિવસે જ 26 ટ્રક ચાલકોને પહેલી લેનમાં ડ્રાયવિંગ કરતાં ઝડપી પાડી દંડ ફટકાર્યો છે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર રોજના 70 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે. ભરૂચ અને વડોદરા વચ્ચેનો હાઇવે થ્રી લેન છે પણ પ્રથમ લેનમાં બસ, ટ્રક, હાઇવા, ટ્રેલર સહિતના વાહનો ચાલતાં હોવાથી અકસ્માતના બનાવો વધી ગયાં છે.
પ્રથમ લેન પરથી સામાન્યત : કાર, એમ્બયુલન્સ સહિતના લાઇટ મોટર વ્હીકલ પસાર થતાં હોય છે પણ આ લેનમાં ભારદારી વાહનો આવી જતાં અકસ્માતના બનાવો વધી ગયાં છે. ભરૂચ જિલ્લાની હદમાં પાલેજથી ધામરોડ સુધીનો 53 કિમીનો હાઇવે પસાર થાય છે અને આ હાઇવે પર પ્રથમ લેનમાં ભારદારી વાહનો ચલાવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ભરૂચ એસપી ડો લીના પાટીલની સીધી સૂચનાથી જિલ્લા ટ્રાફિક વિભાગની ટીમે ખાસ ઝૂંબેશ શરૂ કરી પ્રથમ દિવસે જ 26 જેટલા ટ્રકચાલકોને પહેલી લેનમાં ડ્રાયવિંગ કરતાં ઝડપી પાડી તેમની પાસેથી એક હજાર રૂપિયા લેખે દંડની વસુલાત કરી છે.
53 કિમી ધામરોડથી પાલેજ વચ્ચેનું અંતર 03 લેનનો નેશનલ હાઇવે 70 હજાર થી વધારે વાહનોની અવરજવર 26 ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી..ટ્રાવેલ્સની લકઝરી બસોને બાદ કરતાં ટ્રક, ટ્રેલર અને એસટી બસો ઓછી સ્પીડમાં દોડતી હોય છે જયારે કાર અને અન્ય લાઇટ મોટર વ્હીકલ 100 કરતાં વધુની સ્પીડમાં જતાં હોય છે. પહેલી લેનમાં ધીમી ગતિએ દોડતા વાહનો આવી જતાં હોવાથી કાર સહીતના વાહનો ભારે વાહનોની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં હોય છે. બે દિવસ પહેલાં વરણામા પાસે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતાં બાળકી સહિત 3 લોકોના મોત થયાં હતા..
ભરૂચ પોલીસના આ એક્શન પ્લાનનુ પાલન કરાવવા હાઇવે પર પ્રથમ લેનમાં આવી જતા ભારે વાહનોને રોકવા માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરાય રહયું છે. આવા વાહનોને ઝડપી પાડવા એક ઇન્ટરસેપ્ટર વાન સહિત 5 વાહનોની ફાળવણી કરવામાં આવી છે. આ ઝૂંબેશ કાયમ માટે ચાલુ રહે તેવું આયોજન છે. એમ પી.આઇ.એચ.કે.ગામિતે જણાવ્યુ હતુ.