Home International રાહુલ ગાંધીની માર્મિક ટકોર… મોદીજીને એવો વહેમ છે કે તેઓ ભગવાન કરતા...

રાહુલ ગાંધીની માર્મિક ટકોર… મોદીજીને એવો વહેમ છે કે તેઓ ભગવાન કરતા પણ વધુ જાણે છે… ભગવાનને પણ સમજાવવા લાગી જાય…

0

Published by : Rana Kajal

ભાજપનો વળતો જવાબ વિદેશની ધરતી પર ભારતનું અપમાન કરવું તે કોંગ્રેસનું અસલી ચરિત્ર.. રાહુલ ગાંધી ફેક ગાંધી..અમેરિકાના કેલિફોર્નિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હવે ભારતમાં રાજકરણમાં કામ કરવું સહેલું નથી સાથેજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે નફરતની દુનિયામાં ભારત યાત્રા સફળ રહી હતી. કેલિફોર્નિયામાં આયોજીત ” મહોબતે કી દુકાન” કાર્યક્ર્મમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા જણાવ્યુ હતું કે તેમને ઍવુ છે કે તે બધુજ જાણે છે. જો મોદીને તક મળે તો તેઓ ભગવાનને પણ સલાહ આપે કે બ્રહ્માંડ કેવી રીતે ચલાવવું. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વિપક્ષ ઍક થઈ જાય તો ભાજપને હરાવવો શક્ય છે…ભાજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિદેશમાં જઇ ભારત અને ભારતીયોનુ અપમાન કરવામા આવી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ફેક ગાંધી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version