Published By : Patel Shital
- સુરત બાદ મોદી અટક વાળા કેસમાં રાહુલ ગાંધીને પટના કોર્ટનું તા. 12 એપ્રિલે હાજર રહેવા ફરમાન…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પરની આફત ઓછી થતી ન હોય તેમ સુરત બાદ હવે બિહારની પટના કોર્ટમાં તા 12 એપ્રિલના રોજ હાજર રહેવા કોર્ટે ફરમાન કર્યું છે. બિહારની રાજધાની પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને સુરતના કેસની જેમ જ અન્ય એક માનહાનિ કેસમાં આવનાર તા. 12 એપ્રિલે હાજર થવા જણાવ્યું છે. અત્રે નોંધવું રહ્યું કે સુરત કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગયા અઠવાડિયે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હવે રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીને તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. જો કે રાહુલ ગાંધી હાલમાં આ કેસમાં જામીન પર છે. રાહુલ ગાંધીનું નિવેદન નોંધવા માટે 12 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. સુશીલ મોદીએ 2019 માં કેસ દાખલ કર્યો હતો.