Published by : Vanshika Gor
ડાયરેક્ટર SS રાજામૌલીની ફિલ્મ ‘RRR‘ના ગીત ‘નાટૂ નાટૂ’ને વધુ એક સફળતા મળી છે. 95માં એકેડેમી એવોર્ડ્સમાં ગાયક રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ નાટૂ નાટૂ પરફોર્મ કરશે. ઓસ્કર 2023માં ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ-નાટૂ’ને બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.
જાન્યુઆરીમાં ઘણું હિટ ગીત બની ચૂક્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં ગીત ‘નાટૂ નાટૂ‘ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો હતો. હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં પણ ‘નાટૂ-નાટૂ’એ બેસ્ટ સોંગ કેટેગરીમાં જીત મેળવી છે. ‘નાટૂ-નાટૂ’ ગીતના કમ્પોઝર એમએમ કીરવાની છે. જ્યારે તેની લિરિક્સ ચંદ્રબોઝ દ્વારા લખવામાં આવી છે.
95મો ઓસ્કાર 12 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે. આ વખતે માત્ર એક નહીં પરંતુ ત્રણ ભારતીય ફિલ્મો પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ્સ 2023 નોમિનેશન માટે સ્પર્ધા કરી રહી છે. જીમી કિમેલ 95મા ઓસ્કારને હોસ્ટ કરશે. ભારતમાં 13 માર્ચે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ફિલ્મ RRR વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 25 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગન સપોર્ટિંગ રોલમાં છે. આ ફિલ્મ બે મહાન ક્રાંતિકારીઓ કોમારામ ભીમ અને અલ્લુરીર સીતારામ રાજુ પર આધારિત છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની હતી, જેણે 1100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.