Home News Update Nation Update રૂ. 2000 ની ચલણી નોટો અંગે સામે આવ્યા રસપ્રદ તારણો…

રૂ. 2000 ની ચલણી નોટો અંગે સામે આવ્યા રસપ્રદ તારણો…

0

Published by : Rana Kajal

  • દેશમાં 64 ટકા લોકો એવા જેમની પાસે રૂ.2 હજારની ચલણી નોટ જ નથી…

હાલના સમયમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ 2 હજારની ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ લોકો પર કેવી અસર પડી તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અત્યંત રસપ્રદ તારણો બહાર આવ્યા છે. જૉકે આરબીઆઇના આંકડા મુજબ હાલના સમયમાં 362000 લાખ કરોડના મૂલ્યની રૂ 2 હજારની ચલણી નોટ ફરી રહી છે જોકે આરબીઆઇ દ્વારા આ નોટ નિયંત્રિત કરવામા આવ્યાં બાદ રૂ 2 હજારની નોટ બજારમાં રોજ ઘટી રહી છે. હાલના સમયમાં એક સર્વે મુજબ 38 ટકા લોકો પાસે રૂ 2 હજારની ચલણી નોટ છે જેનું મૂલ્ય 62 હજાર કરોડ છે. જોકે દેશના 64 ટકા લોકો એવા છે જેમની પાસે રૂ 2 હજારની ચલણી નોટ જ નથી… સાથે જ દેશના બે ટકા લોકો એવા પણ છે જેમની પાસે 3 લાખ કરોડથી વધુ મૂલ્યની બે હજારની ચલણી નોટ છે. જૉકે આવનાર 30 સપ્ટેમ્બર સુઘી રૂ 2 હજારની ચલણી નોટ ચાલુ રાખવાનો નિર્ણય આરબીઆઇ દ્વારા લેવાયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version