Home Bharuch Blog: Naresh Thakkar, Bharuch…શું રાજકારણી ગોડફાધર્સની જોડે રહી રહીને, ભરૂચના મુઠ્ઠીભર ખેડૂતો...

Blog: Naresh Thakkar, Bharuch…શું રાજકારણી ગોડફાધર્સની જોડે રહી રહીને, ભરૂચના મુઠ્ઠીભર ખેડૂતો પણ હવે પાક્કા રાજકારણી બની ગયા છે ?!!

0

Published By : Parul Patel

  • 📌જિલ્લામાં એક્સપ્રેસ વેમાં સાંસદ, ધારાસભ્યોની ભલામણથી કલેકટર/તંત્ર -સરકાર સન્માનજનક ભાવ અપાવવા વિચારવા સંમત થઇ ???
  • 📌 તો કોણે કોના કહેવાથી નેતાઓની 600 રૂપિયાના વળતર ભાવની વિનંતીને જ જાહેર – ડિકલર ભાવ ગણીને ‘સમાધાન’ ની રાજકીય સોગઠી મારી???!!
  • 📌 હજુ ચર્ચા વિચારણા અને સંયુક્ત સંમતિ, ડિકલરેશન બાકી છે ત્યારે જ સમાધાન થઇ ગયું એવુ જાહેર કોણે કર્યું?? કરાવ્યું???

ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને, વર્તમાન કિસાનોની સંપાદનમાં જતી હાંસોટ આસપાસના 4-5 ગામોની જમીનોના 200-300 ખેડૂતોના જમીનોના ભાવ વલસાડ, નવસારી અને સુરતના ઊંચા અને સરખા ભાવે જ જમીન સંપાદન કરવાના ખેડૂતોના હક્ક અને હઠાગ્રહને કારણે ગૂંચવાયેલા, જટિલ બનેલા મુદ્દે કોઈ સન્માન જનક અને વ્યાજબી રીતે નિકાલ આવે એ માટે જિલ્લાના સાંસદ, તથા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખેડૂત આગેવાનો સાથે એક બેઠક પ્રભારી મંત્રી ભરૂચ આવ્યા હોય સંકલન બેઠક મળી હતી. આ તકનો લાભ લઈ, લાંબા સમયથી એમની પડતર માંગણી, એમની ઇચ્છા પ્રમાણે જ એટલુંજ વળતર મળે એવી જીદ્દ લઈ બેઠેલા 3-4 ગામોના 100-150 ખેડૂતો આંદોલને ચઢ્યા હતા.

જેમને ગાંધીનગર અને દિલ્હીનો નન્નો મળતા રાજકીય પીછે હઠ થયેલી. એટલુંજ જ નહિ PMO – CMO અને NHAI એ પણ ગેરવ્યાજબી માંગણી કરનારાઓને લાલ આંખ બતાવતા અને બાકી રસ્તાઓનું કામ ઝડપથી પૂરું કરવા વહીવટી તંત્રને આદેશ કર્યો હોવાનું બહાર આવ્યું છે… દિલ્હી – ગાંધીનગર પરનું નેતાઓનું દબાણ કારગત ના નીવડતા એમના જાહેરમાંથી હાથ હટ્યા હતા…પણ કહેવાય છે કે પીઠ પાછળ છુપા આશીર્વાદ યથાવત રહ્યા હતા…ત્યાર બાદ આંદોલનકારીઓ એ દબાણ લાવવા મીડિયાના ખભે બંદૂકો મૂકીને, આંદોલન ચલાવીને પણ આંદોલનકારીઓ એ પોતાની કહેવાતી “સન્માનજનક” અને ન્યાયિક આંદોલનની કોશિશ કરી હતી, જેની સામે સરકાર પક્ષે ભારી અને બિનજરૂરી આર્થિક બોજ, તથા સમ્પાદનમાં ના જનાર જમીનોના 80-90 ટકા ખેડૂતોને થનારો ભારે આર્થિક અન્યાયના વ્યાજબી ગણિતો અને આધાર પુરાવાઓ, ઉદાહરણો વહિવટીતંત્રએ જાહેર કરતાં, “ભાગતા ભૂતની ચોટલી ભલી”, અને ભાડભૂતમાં જે એક નેતાના કારણે ખેડૂતોને કોર્ટમાં લઈ જવાતા ડિકલર ભાવથી પણ 100 રૂપિયા ઓછો ભાવ મળ્યો…એવો ઉલટો ઘાટના થાય એટલા માટે આંદોલનકારી નેતાઓએ પુનઃ ચૂંટાયેલા પ્રતિનિધિઓને “માં મને કોઠીમાંથી કાઢ” ના તાલે માંગણી કરતાં પ્રભારી મંત્રીની વિદાય બાદ એમની ગેરહાજરીમાં કહેવાય છે કે ખોળો પાથરી ઈજ્જત બચાવવા વિનંતી કરી હતી. જેથી કહેવાય છે કે જિલ્લા કલેકટરે આ સમસ્યાના નિરાકરણ માટે સહાનુભૂતિ પૂર્વક વિચારવા નેતાઓ અને ખેડૂતોને હૈયાધારણા આપી. આ સમયે સદનસીબે 2-3 પત્રકારો પણ હાજર હતા.

આ રજૂઆતો બાદ સાંસદશ્રીએ એક ઇન્ટરવ્યૂમાં પણ સ્પષ્ટ કર્યું કે સમાધાન માટે રસ્તો શોધાઈ રહ્યો છે અને કોઈ વચલો રસ્તો નીકળશે…જે અક્ષરસ: ચેનલ નર્મદા એ પ્રસારિત પણ કર્યો…એટલુંજ નહિ એના આધારે કેટલાક લોકોએ તો જાણે સરકાર, વહીવટી તંત્ર અને ખેડૂતોની જમીનોના વળતરનો રૂપિયા 600 નો ભાવ ફાઇનલ થઇ ગયો હોય એવા સમાચારો પણ મીડિયામાં આવ્યા, વહેતા થયા…સહુ ચોંકયા, વહિટીતંત્ર, ખુદ મીડિયા અને સરકાર શુધ્ધા…કે ભાવો જાહેર પણ થઇ ગયા?? ક્યારે? અને કેવી રીતે??

પરંતુ સત્ય ચેક કરાવ્યું તો વાસ્તવિકતા જ કંઈક જુદી બહાર આવી. ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતો, ગોડ ફાધર્સ જોડે રહી રહી ને જાણે પોતે પણ પાક્કા રાજકારણીઓ બની ગયા હોય તેઓ વેધક પ્રશ્ન બુધવારે યોજાયેલી બેઠક બાદ તો જાહેરમાં ચર્ચાઈ જ રહ્યો હતો, પણ બીજા દિવસે તો બહુ મોટી રમત રમાયાની શંકા જન્મી…વહીવટી તંત્રએ આવો કોઈ જ ભાવ નક્કી, ફાઇનલ, ડિકલર થઇ ગયાનો ધરાર ઇન્કાર કર્યો, આ બાબતને કોઈ ગેરસમજ જણાવી કહ્યું, કે જન પ્રતિનિધિઓની અપીલ, વિનંતી જરૂર સાંભળી છે, બધા ને બધીજ હકીકતો આંકડા થકી અને કોને કેટલો ને કેવો ફાયદો – નુકસાન એ એક સાથે સહુને સમજાવ્યું છે…જે પણ નક્કી થશે એ રાજ્ય, કેન્દ્ર સરકાર અને NHAIની વ્યાજબી ચર્ચા વિચારણાના અંતે થશે…હા, એ ન્યાયિક અને સન્માન જનક રહે એનું સહુ ધ્યાન અપાશે…પણ હાલ કોઈ આંકડા ફાઇનલ નથી થયાં. નિર્ણય સર્વગ્રાહી અસરોને ધ્યાનમાં રાખીને જ લેવાશે…ત્યારે એક મુદ્દો એ ચર્ચામાં આવ્યો છે કે જયારે ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સન્માનજનક ભાવ આપવા સાંસદ, ધારાસભ્યોના આગ્રહથી કલેકટરે એ દિશામાં કવાયત શરૂ કરી છે, ત્યારે આવો ભાવ આવી રીતે એક પક્ષીય રીતે ડિકલર કરવાનું અને “સમાધાન થઇ ગયાનું” રાજકારણ કોણ અને કેમ રમ્યું?? મીડિયાને ગેરમાર્ગે કે એના ખભે બંદૂક કોણે ફોડી???

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોના વળતર અંગે નિરાકરણ લાવવા સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, ડી.કે. સ્વામી અને રીતેશ વસાવા અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ અસરગ્રસ્ત ખેડૂતોને સન્માનજનક ભાવ આપવા કલેકટરને રજુઆત કરી હતી. અને 600 આસપાસનો ભાવ મળી રહે તે માટે ભલામણ પણ કરી હતી. બીજી તરફ કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાના ખેડૂતો માટે બનતા તમામ પ્રયત્નો કરવા ખાતરી આપી હતી. એ વાત તો સાચી પણ એક બીજી પણ નોંધપાત્ર એક ઘટના એવી પણ બની જેમાં કહેવાતા કિસાન નેતાઓ છોભીલા પણ પડ્યા.

આ જ બેઠકમાં કેટલાક ખેડૂતો રૂપિયા 500 નો ભાવે પણ પોતે, ઘણા બધા જમીન આપવા તૈયાર હોવાનું પણ બોલી ઉઠ્યા હતા…આમ થયાં બાદમાં અન્ય ખેડૂત આગેવાનોએ તો તેમને લીટરલી ભારે ઠપકો આપી તતડાવ્યા, ખખડાવ્યા પણ હતા…બંધ મુઠ્ઠી ખુલી જાય તો ભવાડો થાય એવુ લગતા ચિંતિત નેતાઓ એ બધું ઢાંકવાની કોશિસ પણ કરી..આંદોલનનો અંત કોણ ચાહતું ના હોય?? પણ એમાં જયારે સ્વાર્થ, રાજરમત, જીદ્દ કે વ્યક્તિગત અહમ કે આટલુ વળતર કેમ ના મળે?? આટલુ તો લઈશું જ…જેવા પ્રશ્નો ઉભા થાય, આવે ત્યારે બધું જ ગૂંચવાતું હોય છે…એક પ્રશ્નએ પણ માર્કેટમાં રમી રહ્યો છે કે ભરૂચ જિલ્લામાં 12% નું કમિશનવાળુ રાજકારણ વાસ્તવિકતામાં તો પરફેક્ટ કામ નથી કરતુ ને?? આ આંદોલનને જીવંત રાખવા આંદોલનના દીવામાં ઘી કે હોળીમાં મીઠુ નથી નાખતું ને??? આવું ના જ હોવું જોઈએ અને કદાચ નહિ જ હોય…ઘણા શાણા ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાયા છે, પણ બધા જ સારા હોય એવો દાવો કોણ અને ક્યારે કરે?? ભાડભૂત બેરેજ સાથે પણ આવું જ કોઈ જમીન કાંડ કોને ખરડશે એ તો પ્રજાએ અને સરકારે જોતા જ રહેવું છે…પણ માં નર્મદાને પ્રાર્થના કે સહુને શક્તિ અને બુદ્ધિ આપે આંદોલનનો ન્યાયિક, વાસ્તવિક અને વિકાસલક્ષી અંત આવે…બાકી મોદીજી સામે થનાર ના હાલ શુ ને કેવા હોય છે એ તો દેશ આખા એ જોયું છે ને અનુભવ્યું છે…સત્તા અને સરકાર સામે ડહાપણ અને શાણપણ જ શ્રેષ્ઠ… અને NHAI હોય કે ભાડભૂત બેરેજ…ખોટા, સ્વાર્થી ઇન્ડસ્ટ્રીયલ આંદોલનો હોય કે હડતાલ…મોદીજી વિકાસ આડે કોઈનું બળ કે બળવો સ્વીકારતા નથી…સમજે એ સમજદાર…ના સમજે એ……અસ્તુ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version