Home Bharuch રોશની પ્રોજેક્ટ : એક અનોખી CSRની પહેલ…

રોશની પ્રોજેક્ટ : એક અનોખી CSRની પહેલ…

0

Published by : Rana Kajal

  • ભરૂચ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સુજની રેવા સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિલાસી તાલીમાર્થીઓને ગુણાત્મક તાલીમ થકી લુપ્ત થઈ રહેલ સૂજની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનનું વણાટકામ શીખવાની અને સ્વાયત્ત બનાવવાની અનોખી સી. એસ. આર પહેલ અંતર્ગત ભરૂચમાં આવેલ રેવા ભવન ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી હસ્તે સુજની રેવા સેન્ટરનું રીબીન કટિંગ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેકટર તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, જિલ્લા ઉધોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશ્નર જે.બી દવે, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોરદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે માસ્ટર ટ્રેઈનરને નિમણુંક પત્રો અને સંસ્થાના પાંચ સભ્યોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ભરૂચ સૂજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચના નોધણી પ્રમાણપત્ર મંડળીના પ્રમુખ રીઝવાના જમીનદારને એનાયત કર્યું હતું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version