Home Bharuch ભરૂચ શહેરમાં નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરે તે પહેલા જ એસ.ઓ.જીએ ચાર...

ભરૂચ શહેરમાં નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરે તે પહેલા જ એસ.ઓ.જીએ ચાર ઇસમોને દબોચ્યા…

0

Published by : Vanshika Gor

  • અસલી સોનાના બિસ્કીટ બતાવી નકલી સોનાના બિસ્કીટ પધાવતી ગેંગ ઝડપાઈ
  • પોલીસે ૧૧.૪૦ લાખના અસલી અને ૮ ફોન સહીત ૧૬.૫૯ લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા

ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારમાં કચ્છથી સોનાના બિસ્કીટ વેચવા આવેલ ચાર ઇસમોને ૧૬.૫૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લામાં સોનું ગીરવી મૂકી છેતરપીંડી બાદ જીલ્લામાં અસલી સોનાના બિસ્કિટ બતાવી છેતરપીંડી કરતી ગેંગ સક્રિય થાય તે પહેલા જ ભરૂચ એસઓજીએ ઝડપી પાડી હતી ભરૂચ એસઓજીનો સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી.ચાર્ટરની કામગીરીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સ્વીફટ ગાડીમાં ચાર ઈસમો સોનાના બિસ્કીટ વેચવા માટે શેરપુરા વિસ્તારમાં ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે એસ.ઓ.જીએ શેરપુરા બાયપાસ ઝમઝમ સોસાયટી પાસે વોચ ગોઠવ્યો હતો.

તે દરમિયાન બાતમી વાળી સ્વીફટ કાર નંબર-જી.જે.૧૨.એફ.સી.૦૫૧૫ આવતા પોલીસે તેને અટકાવી તેમાં રહેલ ચાર ઈસમોની તપાસ કરતા તેમાંથી બે ઈસમો પાસેથી બે નકલી અને બે અસલી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા પોલીસે ચારેય ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે કચ્છના ભચાઉના બટીયા વિસ્તારમાં રહેતો ઈબ્રાહીમ શાહ જુસલ શાહ શેખ,રઝાક અલાના સોઢા,અનવરખાન આમદખાન પઠાણ અને હસન આમધ સમાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો નકલી અને અસલી સોનું મળી કુલ ૧૬.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમો ઓછા ભાવે સોનાના બિસ્કીટ વિડીયો અને ફોટો બતાવી છેતરપીંડી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version