Home News Update Health લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવુ હોય તો પાડોશી સાથે હળીમળીને રહો….

લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવુ હોય તો પાડોશી સાથે હળીમળીને રહો….

0
Good neighborly relations concept. Neighbors looking out windows, talking, greeting each other, do hobbies, relaxing in their apartments. Quiet pastime, home lifestyle. Vector character illustration
  • પાડોશીઓ સાથે હળીમળીને રહેવાથી લાંબુ આયુષ્ય જીવવામાં મદદ મળે, એકલતા દૂર થાય, ડિપ્રેશન ઘટે છે

લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો પાડોશી સાથે હળીમળીને રહેવુ જોઇએ એવુ તારણ જણાયું છે  વધારે પડતું એકલા રહેવાથી મોતનું જોખમ 48.5% સુધી વધી જાય છે બાળપણથી જ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે તેવું સાંભળતા આવ્યા છે પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર પોતાના પાડોશીઓ સાથે હળીમળીને રહેવાથી આપણને લાંબુ જીવન જીવવામાં મદદ મળે છે.

રટગર્સ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર, પાડોશીઓ સાથે વધુ જોડાણની અનુભૂતિથી શ્રેષ્ઠ અને ઉમદા સ્વાસ્થ્ય રહે છે. એકલા રહેવાથી મગજ પર નકારાત્મક અસર પડે છે. જ્યારે પાડોશીઓ સાથે મજબૂત સંબંધો એકલતાની ભાવનાને ઓછી કરે છે જેનાથી મૃત્યુદર ઘટે છે. પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, અમેરિકામાં 60 અથવા તેનાથી વધુ ઉંમર ધરાવતા અંદાજે 27% લોકો એકલા રહે છે. તેનાથી તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.આવા લોકો સામાન્યપણે હૃદય સંબંધિત બીમારી, હતાશા, અકાળે મૃત્યુ, ડિમેન્શિયા અને બોડીક્લોક ખરાબ થવા જેવી બીમારીનો શિકાર બને છે. જેને જોતા આ પ્રભાવને ઘટાડવા માટે રિસર્ચ થયું હતું. જે લોકો એકલા રહે છે અને પાડોશીઓ સાથે વાતચીત ટાળે છે તે લોકોનો મૃત્યુદર બીજા લોકો સાથે રહેતા લોકો કરતાં 48.5% વધુ હોય છે.જ્યારે જે લોકો એકલા રહે છે પરંતુ પાડોશીઓ સાથે સારા સંબંધો છે તેમનો મૃત્યુદર હળીમળીને રહેતા લોકો જેટલો જ હતો. અલગ અલગ પ્રકારના પાડોશ અને આસપાસ હાજર લોકો પર રિસર્ચ કરીને તેનાથી જોડાયેલી સામાજિક નીતિઓ મારફતે લોકોના સ્વાસ્થ્યથી જોડાયેલી સકારાત્મક પહેલ કરી શકાય છે. પડોશીઓ સાથે હળીમળીને રહેવાથી જરૂરિયાતનું મહત્ત્વ સમજાય છે અને પાડોશીઓ સાથે હળીમળીને રહેવાથી લોકોને પરિવારની સાથે હોવાનો અહેસાસ થાય છે અને સમાજ સાથે જોડાયેલા રહે છે. તેનાથી તેમને સમાજમાં તેમની જરૂરિયાતનું મહત્ત્વ સમજાય છે. લોકો તેની આસપાસના બદલાવથી પરિચિત રહે છે અને બોડીક્લોક પણ યોગ્ય રહે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version