Published By : Patel Shital
- પાકિસ્તાનીઓ પણ સહમત થયા…
ભૂખ, બેકારી અને મોંઘવારીની ભયંકર સમસ્યાઓએ પાકિસ્તાનનો ઘમંડ ચકનાચૂર કરી દીધો છે અગાઉ ભારતનાં તમામ સાચા દાવાઓને પણ પાકિસ્તાન નકારી કાઢી રદિયો આપી દેતું હતું પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઇ છે.
આ પરિસ્થિતિમાં પાકિસ્તાની તંત્ર અને મિડિયા પણ તમામ બાબતો સ્વીકારી રહ્યું છે. જેમ કે તાજેતરમાં એવો સ્વીકાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો કે લાહોર ભગવાન રામના પુત્ર લવનું શહેર છે એટલુ જ નહીં પણ હવે તો પાકિસ્તાનીઓ એમ પણ કહી રહ્યા છે કે પાકિસ્તાની શહેર કસુર ભગવાન રામના બીજા પુત્ર કુશ દ્વારા વસાવવામાં આવેલ શહેર છે. અત્રે નોંધવું રહ્યુ કે લાહોર કિલ્લાની અંદર આવેલ લવ મંદિર લાહોરની સૌથી જૂની ઇમારત છે. આ મંદિર કિલ્લાના નિર્માણના ઘણા સમય પહેલા આ જ સ્થાન પર હતું.