Published By :Anu Sukhla
દેશમા ઍક શિંગડા ધરાવતા ગેંડાની સંખ્યા બિહારમાં વધૂ છે પરતું ગેંડાની સંખ્યા ઘટતી જતા સંખ્યા વધારવા બિહાર સરકારે ખાસ યોજનાં બનાવી છે…. બિહાર સરકારે રાજ્યમાં એક શિંગડાવાળા ગેંડાની વસ્તીમાં વાર્ષિક 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેણે આગામી બે વર્ષમાં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વાલ્મિકી ટાઈગર રિઝર્વ (VTR)માં ગેંડા ધરાવતા વિસ્તારોને 5% વધારવાનો પણ નિર્ણય કર્યો છે. નેપાળના ચિતવનમાં યોજાયેલી 3જી એશિયન રાઇનો રેન્જ કન્ટ્રીઝ મીટિંગની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક શિગડા ધરાવતાં ગેંડાની સંખ્યા બિહાર રાજયમાં ઝડપથી ઘટવા માંડી હતી તેના કારણો તપાસવા માટે બિહાર રાજયના જંગલ ખાતાને કામગિરી સોંપવામાં આવતા ઍવો સર્વે સામે આવ્યો હતો કે તાંત્રિક વિધિ માટે એક શિંગડા ધરાવતા ગેંડાના શિકારની ધટના વધતા ગેંડાની સંખ્યામા ઘટાડો થયો હતો. તેથી બિહાર સરકારે એક શિંગડા ધરાવતા ગેંડાના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો છે તે સાથેજ આવા ગેંડાના અભ્યારણ ઉભા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.




