લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે રવિવારે ગુજરાત આવી રહ્યા છે. રવિવારે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર જવા રવાના થશે.5 ડિસ્મેબરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ ગુજરાત આવવાના છે. વડાપ્રધાન પોતાના મતનો અધિકાર અદા કરવાના છે. આજે સાંજે જ તેઓ અમદાવાદ આવી જશે અને ગાંધીનગર જવા રવાના થવાના છે. ત્યારબાદ આવતીકાલે સવારે રાણીપમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે. આજે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે.. ત્યારબાદ આવતીકાલે સવારે 8 કલાકે તેઓ મતદાન કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને મતદાન કરવા અપીલ કરશે. તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરવાના છે.
લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી આજે સાંજે આવશે ગુજરાત… રાણીપમાં કરશે મતદાન…
RELATED ARTICLES




