Published by : Anu Shukla
વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ભારતીય જનતા પાર્ટી અત્યારથીજ તૈયારીઓ કરી રહી છે. જેના ઍક ભાગરૂપે વિશ્વકર્મા યોજનાને જોવાઇ રહી છે..
લોકસભાની ચૂંટણી વર્ષ 2024મા યોજાનાર છે ત્યારે આ ચૂટણી માટે ભાજપનો સોશિયલ એન્જિનિયરિંગનો નવો વ્યૂહ તૈયાર છે જેની વિગત જોતા પૈતૃક કારોબારવાળા વર્ગના કૌશલ્યનું સન્માન કરવામાં આવશે અને સાથેજ આર્થિક લાભ પણ મળશે.
મોદી સરકારે સોશિયલ એન્જિનિયરિંગની તૈયારી શરૂ કરી છે. બજેટમાં જાહેર પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો ફાયદો દેશની લગભગ 145 જાતિઓના લોકો લઇ શકશે. ભાજપ કારીગરી જેવા પૈતૃક વ્યવસાયોથી જોડાયેલા આ પરિવારોને ‘ગ્રીનફીલ્ડ’ તરીકે જોઇ રહી છે, કારણ કે અત્યારે તેઓ માટે કોઇ કોમન પ્લેટફોર્મ નથી. જે જાતિઓને યોજનાનો હિસ્સો બનાવાઇ છે, તે ઉત્તર ભારતની પછાત જાતિઓ છે. તે 145 જાતિમાંથી 60 જાતિનું સંખ્યાબળ યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતની અનેક સીટો પર વધુ છે.
આ બાબતે વધુમા જોતા યુપીના 80 સંસદીય વિસ્તારોમાં સપા અને બસપાના કોર વોટની સાથે આ જાતિઓનું જોડાણ નથી. 2014ની મોદી લહેરમાં ઉત્તરપ્રદેશમાં આ જાતિઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ જ કારણસર ભાજપ આ વોટબેંકને ધ્યાનમાં રાખીને આ યોજના લાવી છે.
આ યોજનાના દાયરામાં બ્રાહ્મણ પણ, જેમને આર્થિક મદદ મળશે
શિલ્પ-કારીગરી જેવા વ્યવસાયથી જોડાયેલી અનેક જાતિઓ આર્થિક રીતે તો પછાત છે, પરંતુ સામાજીક સ્તર પર પોતાને ઉચ્ચ સ્તર પર રાખે છે. વિશ્વકર્મા યોજનાના દાયરા હેઠળ અનેક બ્રાહ્મણ વર્ગ પણ છે. તેમને પહેલીવાર કોઇ એવી સરકારી યોજનામાં હિસ્સો મળ્યો છે, જે પછાત માટે હોય છે. તેમાં ચતુર્વેદી, માલવીય, આચાર્ય, સાહુ, રસ્તોગી, દ્વિવેદી, ઉપાધ્યાય, મહાપાત્ર, પાંચાલ બ્રાહ્મણ, વિશ્વબ્રાહ્મણ, પંચોલી, જિંટા, પિત્રોડા, ઝા વગેરે સામેલ છે. સાથેજ જે લોકો પાસે પર્યાપ્ત મૂડી નથી, તેઓને સસ્તી લોન ઉપલબ્ધ કરાવાશે.
આ યોજનામાં સામેલ લોકોનો વ્યવસાય
એન્ટિક આઇટમ બનાવતા, ટોપલી, સેરામિક્સ, ક્લોક મેકિંગ, એમ્બ્રોડરી, રંગકામ, બ્લોક પ્રિટિંગ, ડેકોરેટિવ પેઇન્ટિંગ, ગ્લાસવર્ક, ફેબ્રિક, ફર્નીચર, ભેટ, હોમ ડેકોર, લેધર ક્રાફ્ટ, મેટલ ક્રાફ્ટ, પેપર ક્રાફ્ટ, પૉટરી, કઠપૂતળી, સ્ટોનવર્ક, વૂડવર્ક વગેરેને પ્રોત્સાહન આપવામા આવશે.
આ જાતિઓ યોજનાના દાયરામાં
કંસાલા, રાવત, કંસન, રાયકર, કંશાલી, સાગર, કરગથરા, સાહુ, કર્માકર, સરવરિયા, કૉલર, શર્મા, કૉલર પોંકોલર, શિલ્પી, કેસર, કુલાચર, સિન્હા, કુલારિયા, સોહાગર, સોનગરા, લૌતા, સોનાર, લોહાર, સોની, મહુલિયા, સુથાર, મેથિલ, માલવીય, ઠાકુર, મલિક, કોપરસ્મિથ, રાના, રાધિયા, રાવ, મધુકર, ચિપેગારા, કન્નાલન, ચોલ, કન્નાર (પીતળનું કામ કરનારા), દાસ, અચારી, દેવગન, આચાર્ય થેચર, ધીમાન, ઢોલે, ગજ્જર, અસારી, ગીડ, ગુર્જર, બગ્ગા, જાંગિડ, ભાદિવાડલા, કંબારા, ભારદ્વાજ, કમ્માલન, બિધાની, કમલાર, વિશ્વકર્મા, કમલાર, બોગારા, કમ્મારા, બોસ અને કમ્મારી, બ્રહ્મલુ, ટમટા, મેવાડા, થાટન, મિસ્ત્રી, ઉપંકર, મોહરાના,મુલેકામરાસ, વડલા, ઓઝા, વદ્રાસી વગેરે છે.