Published by : Anu Shukla
- મુંબઈમાં હિંદુ જૂથના કાર્યક્રમમાં હેટસ્પીચ ન થાય
હેટસ્પિચનો વિવાદ વારંવાર ઉભો થતો હોય છે. સાથેજ હેટસ્પીચના પરિણામે દેશમા અશાંતિ પણ થાય તેવી સંભાવના હોવાથી હેટ સ્પીચ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે..
હાલમાંજ ભારતની સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આ ખાતરી કરવા કહ્યું છે કે હિન્દુ જન-આક્રોશ મોરચામાં કોઈ હેટ સ્પીચ નહીં કરે. કોર્ટે એમ પણ કહ્યું કે 5 ફેબ્રુઆરીએ મુંબઈમાં કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી ત્યારે જ આપવામાં આવે જો તે દરમિયાન કોઈ દ્વેષપૂર્ણ ભાષણ આપવામાં ન આવે. મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રાજ્ય સરકાર એ શરતે પરવાનગી આપશે કે કોઈ દ્વેષપૂર્ણ ભાષણ નહીં હોય. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે કહ્યું, સમગ્ર કાર્યક્રમની વીડિયોગ્રાફી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ શાહીન અબ્દુલ્લાની અરજી પર સુનાવણી કરી રહી છે. મુંબઈના કાર્યક્રમમાં 29 જાન્યુઆરીની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ કાર્યક્રમમાં ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નફરતજનક ભાષણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેતાએ અરજદાર પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે કેરળની વ્યક્તિ મહારાષ્ટ્રમાં યોજાનાર કાર્યક્રમને લઈને શા માટે ચિંતિત છે? પસંદગીના કેસ માટે સુપ્રીમ કોર્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.
આ અંગે અરજદારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, અરજદારને દ્વેષપૂર્ણ ભાષણથી વાતાવરણ બગાડવાનો ડર છે, જેની અસર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશને થાય છે.