Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchલોક અદાલત અંતર્ગત વિવિધ ૧૧ હજારથી વધુ પડતર કેસોનો નિકાલ કરાયો

લોક અદાલત અંતર્ગત વિવિધ ૧૧ હજારથી વધુ પડતર કેસોનો નિકાલ કરાયો

ભરૂચ જીલ્લા ન્યાયાલય સહીત તાલુકા કોર્ટ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલત વિવિધ ૧૧ હજારથી વધુ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને ભરૂચનાં જિલ્લા મુખ્ય ન્યાયાધિશ પી.એસ.બ્રહમભટ્ટ અને એમ. બી.ઘાસુરા તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ આજરોજ ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન ક૨વામાં આવ્યું હતું.જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશ પ્રશાંત બ્રહ્મભટ્ટના વ૨દ હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી હતી.

આ લોક અદાલતમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ–૧૩૮ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, અન્ય સીવીલ કેસો જેવા સહીત પ્રિ-લીટીગેશનના,લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગસ ઓફ મેજીસ્ટ્રેસ મળી કુલ.૧૧ હજાર કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા જે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં તમામ ન્યાયીક અધિકારીઓ, સરકારી ધારાશાસ્ત્રીઓ સહિત ભરૂચ વકીલ બા૨નાં હોદ્દેદારો તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security