- ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એકવાર ફરી અકસ્માતનો ભોગ બની.
વલસાડમાં ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગાય અથડાઈ. આ ટક્કરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગને નુકસાન પહોંચ્યુ છે. ઘટનાના કારણે ટ્રેનને અધવચ્ચે જ રોકવી પડી.
ઉદવાડા અને વાપી વચ્ચે થઈ ઘટના
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યુ કે ઘટના ઉદવાડા અને વાપીની વચ્ચે સમપાર ફાટક નંબર 87ની પાસે સાંજે લગભગ 6:23 મિનિટે થઈ. ઘટનાના કારણે થોડીવાર સુધી રોકાયા બાદ સાંજે 6.35 વાગે ટ્રેને યાત્રા શરૂ કરી. ઘટનાને પગલે મુસાફરોને કોઈ પ્રકારનું નુકસાન થયુ હોય તેવી માહિતી મળી નથી. ટ્રેનના આગળનો ભાગ સામાન્ય ડેમેજ થયો હતો જેને તાત્કાલિક રિપેર કરી દેવાયો છે.
ગાંધીનગરથી મુંબઈ જતી દેશની સૌથી સુપરટેક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન બે મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. બે મહિનામાં આ માર્ગ પર સેમી-હાઈ સ્પીડ ટ્રેન સાથે ઢોરના ટકરાયાની આ ચોથી ઘટના છે.