Published by : Rana Kajal
આ સમય દરમિયાન 50 હજાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૈયાર કરાયો… વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 9 વર્ષમાં દેશના કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના ઍક તૃતિયાંશ માર્ગનું નિર્માણ કરવામા આવ્યું. એક ગણતરી મુજબ વર્ષ 2014 કે જે વર્ષે મોદી વડાપ્રધાન બન્યા તે વર્ષે દેશમાં આશરે 98 હજાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતા. ત્યારબાદના નવ વર્ષના સમયમા વધીને 145155 કિલોમીટર થઈ ગયો છે તેથી એમ પણ કહી શકાય કે મોદીના શાસન દરમિયાન નવા 50 હજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ થયું આ બાબત અંગે એમ પણ કહી શકાય કે વર્ષ 2014- 15માં પ્રતિ દિવસ 12.1 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનતો હતો. તે વધીને વર્ષ 2021- 22 મા 28.6 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઇ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ માત્ર પરિવહન માટે જ નહી પરંતુ સમાજિક વિકાસ, આર્થિક વિકાસ અને સંરક્ષણ માટે પણ અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે.