Published By : Disha PJB
વડોદરાની વિશ્વામિત્રી દિવસે દિવસે પ્રદુષિત થઈ રહી છે. ત્યારે શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપથી જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફ જવાના માર્ગે આવેલ વિશ્વામિત્રી નાળામાં ગંદકીની ભરમાર જોવા મળી છે. ચિકન મટનના કોઈ વેપારી દ્વારા તેમાં દરરોજ માંસનો કચરો ઠાલવતા સ્થાનિક રહીશો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્માર્ટ સીટીની રેસમાં દોડ લગાવી રહેલ પાલિકા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી નહીં થતા ગંદકી કરતા તત્વો બેફામ બન્યા છે. માત્ર નાના વેપારીઓ પાસેથી દંડ વસૂલી કામગીરી કરી સંતોષ માણવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ ઘણી વખત વિશ્વામિત્રીને પ્રદુષિત થતી અટકાવવા અનેક સંગઠનો, જાગૃત નાગરિકો સામે આવ્યા હતા અને હજી એ લડત ચાલુ છે. ત્યાં તો હવે વિશ્વામિત્રી નાળામાં પણ ગંદકીની ભરમાર જોવા મળી છે.

બપોરના સુમારે ગરમીમાં તેની તેજ દુર્ગંધથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા લોકોના ઘરોમાં બાળકો સાથે વૃદ્ધો પણ બીમાર પડ્યા હોવાનું સ્થાનિક રાહીશોનું કહેવું છે. આ અંગે સ્થાનિક રહીશોએ વહીવટી વોર્ડ કચેરીમાં ઘણી વખત રજૂઆત કરી છે. પરંતુ આજે આવીશું કાલે આવીશું કહી અધિકારીઓ રજૂઆત સામે આંખ આડા કાન કરી રહ્યા છે. એક તરફ સ્વચ્છતાની ડોદરાની વિશ્વામિત્રી દિવસે દિવસે પ્રદુષિત થઈ રહી છે. ત્યારે શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપથી જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફ જવાના માર્ગે આવેલ વિશ્વામિત્રી નાળામાં ગંદકીની ભરમાર જોવા મળી છે. ચિકન મટનના કોઈ વેપારી દ્વારા તેમાં દરરોજ માંસનો કચરો ઠાલવતા સ્થાનિક રહીશો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્માર્ટ સીટીની રેસમાં દોડ લગાવી રહેલ પાલિકા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી નહીં થતા ગંદકી કરતા તત્વો બેફામ બન્યા છે. માત્ર નાના વેપારીઓ પાસેથી દંડ વસૂલી કામગીરી કરી સંતોષ માણવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ ઘણી વખત વિશ્વામિત્રીને પ્રદુષિત થતી અટકાવવા અનેક સંગઠનો, જાગૃત નાગરિકો સામે આવ્યા હતા અને હજી એ લડત ચાલુ છે. ત્યાં તો હવે વિશ્વામિત્રી નાળામાં પણ ગંદકીની ભરમાર જોવા મળી છે.

બપોરના સુમારે ગરમીમાં તેની તેજ દુર્ગંધથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા લોકોના ઘરોમાં બાળકો સાથે વૃદ્ધો પણ બીમાર પડ્યા હોવાનું સ્થાનિક રાહીશોનું કહેવું છે. આ અંગે સ્થાનિક રહીશોએ વહીવટી વોર્ડ કચેરીમાં ઘણી વખત રજૂઆત કરી છે. પરંતુ આજે આવીશું કાલે આવીશું કહી અધિકારીઓ રજૂઆત સામે આંખ આડા કાન કરી રહ્યા છે. એક તરફ સ્વચ્છતાની વાતો થઈ રહી છે.તો બીજી તરફ અધિકારીઓજ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.વિશ્વામિત્રી ગરનાળામાં અસહ્ય ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ વિસ્તારના કોર્પોરેટરો સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
સ્વચ્છતાની વાતો કરતા પાલિકા તંત્રને ગંદકી કરતા તત્વોની લપડાક પડી છે. વિશ્વામિત્રી નદીમાં કોઈ કચરો ફેંકે નહીં તે માટે લોખંડની જાળી લગાવવામાં આવી હતી. પરંતુ કોઈ તત્વએ પોતાનો આ માસ મટનનો એઠવાડો દરરોજ ઠાલવવા માટે તંત્રએ લગાવેલી જાળી જ કાપી નાખી છે. ત્યારે શું હવે પાલિકા તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે કેમ ? તેવા સવાલ પણ ઉઠ્યા છે.વાતો થઈ રહી છે.તો બીજી તરફ અધિકારીઓજ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.વિશ્વામિત્રી ગરનાળામાં અસહ્ય ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ વિસ્તારના કોર્પોરેટરો સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
સ્વચ્છતાની વાતો કરતા પાલિકા તંત્રને ગંદકી કરતા તત્વોની લપડાક પડી છે. વિશ્વામિત્રી નદીમાં કોઈ કચરો ફેંકે નહીં તે માટે લોખંડની જાળી લગાવવામાં આવી હતી. પરંતુ કોઈ તત્વએ પોતાનો આ માસ મટનનો એઠવાડો દરરોજ ઠાલવવા માટે તંત્રએ લગાવેલી જાળી જ કાપી નાખી છે. ત્યારે શું હવે પાલિકા તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે કેમ ? તેવા સવાલ પણ ઉઠ્યા છે.




