- બ્લાસ્ટને કારણે મકાનમાં હાજર બે લોકોને ગંભીર ઇજાઑ પહોંચી
- આસપાસનાં મકાનોને પણ નુકશાન પહોંચ્યું
વડોદરાના જીએસએફસી ટાઉનશિપના મકાનમાં ગેસનો બોટલ ફાટતા બ્લાસ્ટને પગલે બે લોકોને ગંભીર ઇજાઑ પહોંચી હતી. બ્લાસ્ટને કારણે આસપાસના મકાનોને પણ નુકશાન પહોંચ્યું.
મળતી માહિતી અનુસાર વડોદરાના જીએસએફસી ટાઉનશિપના મકાન નંબર 728માં આજરોજ સવારે ગેસનો બોટલ ફાટયો હતો. જેને પગલે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખું મકાન ધરાશાયી થઇ ગયું હતું. બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો મકાનમાં હાજર બે લોકોને ગંભીર ઇજાઑ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને કારણે આસપાસનાં મકાનોને પણ નુકશાન પહોંચવા પામ્યુ હતુ.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




