મળતી માહિતી મુજબ વડોદરાની દીપક નાઈટ્રેટ નામની ફેક્ટરીમાં ગત રાત્રે આગ ફાટી નીકળી હતી. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાઓના ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કર્મચારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે કોઈને પણ જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. કેમિકલ કંપની હોય ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડૉદરા)




