Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડ યુનાઇટેડ વેમાં સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો...

વડોદરાના પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડ યુનાઇટેડ વેમાં સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વિડિયો વાયરલ…

દેશ સહિત વિદેશમાં ગરબા માટે વડોદરા જાણીતું છે. તેમાં પણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રખ્યાત છે. ગુજરાતના સૌથી મોટા ગરબાનું આયોજન વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા કરવામાં આવે છે. વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબાનું મેદાન આ વર્ષે ગોરવાના ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુના મેદાનથી બદલી અને શહેરના છેવાડે અટલાદરાના એમ.એમ.પટેલ ફાર્મમાં બદલવામાં આવ્યું છે. આ વર્ષે યુનાઇટેડ વે વિવિધ કારણોથી ચર્ચામાં આવી રહ્યું છે.

શહેરના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં હવે ગરબે ઘુમતી યુવતી સિગારેટના ધુમાડા કાઢતી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલ આ વિડિયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. માતાજીની ભકિત અને આરાધનાના પર્વ નવરાત્રીમાં   ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોને પગલે નાગરિકોની ધામિક ભાવનાને ઠેસ પહોંચી છે. તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને તૈનાત કરવામાં આવી છે. જે હવેથી આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકનાર દ્વારા જણાવાયું હતું કે આ છોકરી વડોદરાની જ છે. જો કે અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આ અંગે ગરબા આયોજકોએ પણ કડક પગલા ભરવાની પ્રતિબદ્ધતા બતાવી હતી. યુનાઇટેડ વેના આયોજક હેમંતશાહે જણાવ્યું હતું કે અમે આવા લોકોને ગરબા ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢવા માટે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકો સામે કાર્યવાહી કરીશું.

વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે આ પ્રકારનો વીડિયો વાઇરલ થયો હોય તો ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપીશું. રોમિયોગીરી કરતા યુવકો સહિત હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!