Wednesday, May 13, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કેયુર રોકડીયાએ મેયર પદેથી આપ્યું રાજીનામુ…

વડોદરાના સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કેયુર રોકડીયાએ મેયર પદેથી આપ્યું રાજીનામુ…

Published by : Vanshika Gor

એક વ્યક્તિ એક પદના સૂત્રના અમલીકરણ માટે ધારાસભ્ય બનેલા રાજકોટના ડે.મેયરે ડે.મેયરપદેથી રાજીનામું આપતાં વડોદરાના મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા પણ રાજીનામું આપે તેવી માંગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. અનેક ચર્ચાઓ વચ્ચે મેયર કેયુર રોકડિયાએ મેયરપદ પરથી સભા સેક્રેટરીને રાજીનામું આપી દીધું છે.

વડોદરા શહેરને આગામી 10 દિવસમાં નવા મેયર મળે તેવી શક્યતા છે. જો કે, મહિલા કે પુરુષને મેયર બનાવાશે તે અંગે સસ્પેન્સ હજી યથાવત્ છે. વડોદરાના મેયર, રાજકોટના ડે. મેયર તેમજ કેટલાક જિલ્લાના પ્રમુખ વગેરે ધારાસભ્યો તરીકે ચૂંટાતાં ભાજપના એક વ્યક્તિ એક પદના સૂત્રને લઈને આ સભ્યો તેમના હોદ્દા પરથી રાજીનામું આપશે. તેવી અટકળો છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહી હતી. ત્યારે રાજકોટ પછી વડોદરાની સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય બનેલા વડોદરાના મેયરે પણ મેયર પદ પરથી સભા સેક્રેટરીને રાજીનામું આપી દીધું છે.

રોસ્ટર પદ્ધતિ મુજબ આગામી અઢી વર્ષ માટે મહિલા મેયર છે, ત્યારે કેટલાક સિનિયર કાઉન્સિલરો છ મહિના માટે મેયર બનવા કરતાં આગામી 2.5 વર્ષ સ્થાયી સમિતિના ચેરમેન બનવાની ઈચ્છા સાથે મેયર બનવા તૈયાર નથી. મેયર પદે મુકાય તો 2.5 વર્ષની સ્થાયી ચેરમેનની તક ગુમાવવી પડે તેથી મેયરની દાવેદારીથી દૂર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પરાક્રમસિંહ જાડેજા, મનોજ પટેલ, અજિત દધીચ, ડો. શીતલ મિસ્ત્રી, અલ્પેશ લીમ્બાચિયા, ચિરાગ બારોટ સહિતના નામો ચર્ચાતા હોવાનું ભાજપના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security