- 3 યુવાનો રીક્ષામાં જતી યુવતીનો પીછો કરી પરેશાન કરતા હતા જેનો વિડીયો ઉતારી યુવતીએ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો
વડોદરા ખાતે રહેતી એક યુવતીએ થોડા દિવસ અગાઉ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં યુવતી રિક્ષામાં જઈ રહી હતી દરમિયાન એક બાઈક ઉપર 3 જેટલા યુવાનો તેણીનો પીછો કરી રહ્યા હતા. અંદાજે 7 થી 8 કિમી સુધી યુવતીનો પીછો કર્યો હતો અને છેડતી કરી રહ્યા હતા. દરમિયાન યુવતીએ હિંમત દાખવી આ રોડ રોમિયોનો વિડીયો બનાવી દીધો હતો અને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જે બાબત વડોદરાની શી ટીમના ધ્યાન ઉપર આવતા તેઓએ બાઇકના નંબરના આધારે ત્રણેય રોડ રોમિયોની અટકાયત કરી લીધી હતી. અને યુવતીનો સંપર્ક કર્યો હતો. જો કે યુવતીએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી ન હતી પરંતુ શી ટીમે યુવાનો સામે જાતે જ અટકાયતી પગલાં ભર્યા હતા અને બાઈક ડિટેઇન કરી હતી. મહિલાઓ પોતાને સુરક્ષિત સમજે તે માટે શી ટીમ હંમેશા કાર્યરત છે.
(ઇનપુટ : જીતેંદ્ર રાજપૂત, વડૉદરા)




