Home News Update My Gujarat વડોદરાની મેટ્રો હોસ્પિટલનો 35.71 લાખનો વેરો બાકી, મનપાએ હોસ્પિટલને સીલ મારી દીધું…

વડોદરાની મેટ્રો હોસ્પિટલનો 35.71 લાખનો વેરો બાકી, મનપાએ હોસ્પિટલને સીલ મારી દીધું…

0

Published by : Vanshika Gor

વડોદરા મહાસેવા સદન દ્વારા છેલ્લા કેટલાક દિવસની વરો ના ભરતા મિલકતધારકો સામે લાલ આંખ કરી વેરાની કડકડ વસુલાત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે હરણી વિસ્તારમાં આવેલી હોસ્પિટલના 35.71 લાખનો વેરો બાકી હોઈ વેરાની વસુલાત માટે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું. પાલિકાની વેરા વસુલાત ની કડક કાર્યવાહીથી વેરોના ભરનાર મિલકત ધારકોમાં ફફડતા વ્યાપી ગયો હતો

વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની અને આસી.મ્યુ. કમિશનર સુરેશ તુવેરની સૂચનાથી વોર્ડ ઓફિસરો અને રેવન્યુ ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે હરણી ખાતે આવેલ મેટ્રો હોસ્પિટલના બાકી 35.71 લાખની બાકી વેરાની વસુલાત માટે કોર્પોરેશનની સીલીંગની કામગીરી કરતી ટીમ દ્વારા હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું.

સવારથી જ બાકી વેરાની વસુલાત કરવાની કામગીરી શરૂ કરી માત્ર બે કલાક દરમિયાન 100થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા. 50થી વધુ રહેણાંક મિલકતના પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version