Home Dharmik News સતાધારમાં આપાગીગા પાડાનો ઇતિહાસ…

સતાધારમાં આપાગીગા પાડાનો ઇતિહાસ…

0

Published by : Rana Kajal

જૂનાગઢ

ગીગા બાપુ દ્વારા સ્થાપિત સતાધારની ધાર્મિક જગ્યામાં પાડાપીર તરીકે ભેંસ પ્રજાતિનો નર પાડો આજે પણ પૂજાય રહ્યો છે. એક સદીથી સનાતન ધર્મની આ જગ્યામાં પાડાપીરનું પણ ખૂબ ધાર્મિક મહત્વ છે. પાડો પીર બનવા સુધીની સફર પણ ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ રોચક જોવા મળે છે.

સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી અને વર્ષ 1818 માં ગીગા બાપુએ સ્થાપેલા સતાધાર ધાર્મિક જગ્યા ગુરુ શિષ્ય પરંપરાને આજે પણ અનુસરી રહી છે.

ગુરુ શિષ્ય પરંપરા અનુસાર સતાધારની જગ્યામાં આજે પણ પશુઓને માન અને સન્માન સાથે જોવામાં આવે છે. તેનું જીવંત ઉદાહરણ સતાધારની જગ્યાના દિવંગત પાડાપીરનું સમાધિ સ્થળ આજે પણ પુરાવા પૂરો પાડે છે. ગીગા બાપુના સમયે ગૌસેવક પાસેથી આ પાડો સતાધારની જગ્યામાં હતો. જેનો આજે પણ ઇતિહાસ સતાધારની જગ્યામાં જોવા મળે છે.

સંવર્ધન માટે ગયેલો પાડો કતલખાના સુધી પહોંચ્યો :

સાવરકુંડલા નજીક નેસડી ગામના કેટલાક ભક્તોએ સતાધારની જગ્યાના પાડાને સંવર્ધન માટે નેસડી ગામમાં લઈ જવાની વિનંતી કરતા શામજી બાપુએ આ પાડાને તેમને આપ્યો હતો. ત્યારબાદ આ પાડો લઈ જનાર વ્યક્તિઓ શરીરથી મુક્ત થયા અને કેટલાક લોકો વિખુટા પડ્યા, ત્યારે આ પાડો નેસડીથી લઈને મુંબઈના દેવનાર નજીક આવેલા કતલખાના સુધી પહોંચી ગયો હતો. કતલખાને પહોંચતા જ પાડાપીરનું ધાર્મિક સત્ય સામે આવ્યુ અને કતલખાનામાં તેના કતલ કરવાને લઈને અનેક અડચણો ઊભી થઈ હતી.

દેવનારથી ફરી સતાધાર પરત આવ્યા પાડાપીર :

દેવનારના કતલખાનાના સંચાલક હાજી મોહમ્મદે પાડાને કતલ કરવાને લઈને અનેક પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા કતલખાનાના સંચાલક હાજી મહંમદને પાડામાં કોઈ દૈવીય શક્તિ હોવાનો અહેસાસ થતાં તેમણે આ પાડો દેવનાર સુધી મોકલનાર વ્યક્તિઓના સંપર્ક કર્યો અને ત્યારે તેને જાણવા મળ્યું કે, આ પાડો સતાધારની જગ્યાનો છે અને નેસડી ગામથી અહીં પહોંચ્યો છે, ત્યારે પાડામાં કોઈ દૈવીય શક્તિઓનો વાસ હોવાને કારણે તેને દેવનારથી વાજતે ગાજતે ફરી સતાધાર લાવવામાં આવ્યો હતો. જ્યાં મંદિર પરિસરની બિલકુલ બહાર પાડાપીરે પોતાનું આસન કર્યું ત્યારથી સતાધારમાં ગીગાબાપુની સાથે પાડાપીરનું પણ આટલું જ મહત્વ જોવા મળે છે. વર્ષ 1992માં શ્રાવણ મહિનાની બીજના દિવસે પાડાપીર દિવંગત થયા જેને પશુપતિનાથ તરીકે પણ સતાધારની જગ્યામાં આજે પણ પૂજવામાં આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version