Published By : Aarti Machhi
- વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી
વડોદરા પાણીગેટનાં હરણખાના રોડ વિસ્તારમાં નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ વણસી હતી. બંને જૂથોએ ભારે પથ્થરમારાની સાથે વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધરાયુ.
વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધીના વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પાણીગેટ વિસ્તારમાં પોલીસ તોફાનને કાબૂમાં લેવી પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણીયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું હતુ.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)