Published by : Rana Kajal
ફિલિપાઇન્સ
લેગાઝપી શહેરમાં બિકોલ યુનિવર્સિટી કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને હેડગિયર પહેરવાનું કહેવામાં આવ્યું હતું જેથી તેઓ અન્યના પેપર જોઈ ન શકે. સરળ શબ્દોમાં કહીએ તો, પરીક્ષા દરમિયાન નકલ અટકાવવા માટે વિદ્યાર્થીઓને હેડગિયર પહેરવાનું કહેવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઑની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિદ્યાર્થીઓએ કાર્ડબોર્ડ, ઈંડાની ટ્રે અને અન્ય ઘરેલુ સામાનની મદદથી એન્ટી-ચીટિંગ ટોપી બનાવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ હેલ્મેટ પહેર્યું, જ્યારે કેટલાકે મોટી કેપ પહેરી હતી અને કેટલાકે કાર્ડબોર્ડ મિનિઅન પહેર્યા હતા.