કોર્પોરેટરે પરવાનગી વગર માં બાપને ભૂલશો નહીં કાર્યક્ર્મનુ આયોજન કરતાં પોલિસે કાયદો ભૂલશો નહી એમ જણાવી કાર્યક્ર્મ બંધ કરાવ્યો…
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે કથાકાર અશ્વિન જોશીનો માં બાપને ભૂલશો નહીં કાર્યક્ર્મ યોજ્યો હતો. પરંતુ પોલિસે એન્ટ્રી કરી કાયદાને ભૂલશો નહિ એમ જણાવી કાર્યક્ર્મ બંધ કરાવ્યો હતો.આ કાર્યક્રમમા મંચ પર દ્વારકેશલાલજી, દર્શન વલ્લભ સ્વામી અને અટલાદરા સ્વામિનારાયણના સંત ઉપસ્થિત રહ્યા હતા. જોકે વિધાન સભા ચુંટણી નજીક હોય પોલિસની એન્ટ્રી પાછળ પણ રાજકારણ હોય એમ કહેવાઈ રહ્યુ છે.
વડોદરામાં પરવાનગી વગર કોર્પોરેટર દ્વારા યોજાયેલ કાર્યક્રમ ઓર પોલીસ ત્રાટકી…
RELATED ARTICLES




