Published by : Rana Kajal
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે કોર્પોરેશનની બજેટ સભા શરૂ થતાની સાથે આગામી નાણાંકીય બજેટમાં મૂકવામાં આવેલા કુતરા વેરો માફ કરવાની મેયર કેયુર રોકડિયા જાહેરાત કરી હતી. કોર્પોરેશને પાલતુ શ્વાન પરનો 1000 રૂપિયા ટેક્સ નાબૂદ કર્યો…રાજ્યમાં પ્રથમવાર વડોદરા પાલિકાએ પાલતું શ્વાન પર ટેક્સ લગાવ્યો હતો. જેને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે આવકારી હતી. જેના અનુસંધાને પાલિકાના કોંગ્રેસના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, આપણા બજેટમાં અનેક એવી લાગતો છે જે કોઈ ભરતું નથી કે કોર્પોરેશન વસૂલાત કરતું નથી. આવા વેરાઓનો અભ્યાસ કરી આપણે તેને હટાવી દેવી જોઈએ.




